
ફેસબુક- ડેટા તફડંચી પ્રકરણમાં દિન પ્રતિદિન નવી નવી વિગતો આવતી રહીછે. નવા નવા ખુલાસાઓ રજૂ થતાં રહે છે. તાજેતરમાં એપલના કાર્યકારી મુખ્ય અધિકારી ( સીઈઓ) ટિમ કુકે ગ્રાહકો વિષેના ડેટા વેચીને નાણાં કમાવાના ફેસબુકના પ્રણેતા અને સીઈઓ માર્ક ઝુકરબર્ગના કૃત્યની ટીકા કરી હતી. માર્ક જુકરબર્ગ હવે પોતાની ભૂલ સુધારવા જાય એનો કશો મતલબ નથી, ફેસબુકના ગ્રાહકોની અંગત માહિતી – ડેટા પરત્વે આચારસંહિતા ઘડાય , નિયમો કે અંકુશો મૂકાય -એ બધા માટે હવે મોડું થઈ ગયું છે. ફેસબુકના વહીવટદારોએ પ્રારંભથી જ એને રેગ્યુલેટ કરવાની જરૂર હતી. કુકે વદુમાં ઝમાવ્યું હતું કે, સૌથી ઉત્તમ નિયમન તો આત્મ- નિયમન છે. ખુદ પર અંકુશ હોવો તે.તેમણે ટીકાનાસૂરમાં કહ્યું હતું કે, સત્ય તો એ છેકે અમે અમારા ગ્રાહકોના ડેટા વેચીને અબજો ડોલર કમાઈ શકીએ એમ છીએ, જો અમે અમારા ગ્રાહકને એ અક કોમોડિટી- ઉત્પાદન ગણતા હોઈએ,,,પણ અમે એ પ્રકારનું વલણ નહિ રાખવાનું નક્કી કર્યું છે.