એન્ટીલિયા વિસ્ફોટક કેસઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ઘરની બહારના માગૅ પર ભયાનક વિસ્ફોટક ભરેલી કાર મૂકનારા સચિન વાઝેની તબિયત બગડી…

 

      સસ્પેન્ડ કરવામાં આવેલા મુંબઈ કહેવાતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વાઝેની તબિયત લથડી રહી હોવાના સમાચાર સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા હતા. સચિન વાઝેની તબિયત બગડતાં તેણને હોસ્પિટલમાં એડમિટ કરાયાનું  હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સચિન વાઝે હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની કસ્ટડીમાં છે. તેમને ડાયાબિટિસ હોવાનું નિદાન પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન એજન્સી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં જ ફરજ બજાવી ચુકેલા એક ઈન્સ્પેકટરને પણ પુછતાછ માટે બોલાવવામાં આવ્યા હતા. તે ઈન્સ્પેકટરની કામગીરીને પણ પોલીસ વિભાગ શંકાની નજરે જોઈ રહ્યો  છે. એજન્સી દ્વારા વાઝેની સઘન તપાસ થઈ રહી છે. પરંત હાલમાં છાતીના દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલા વાઝે અંગે વધુ તપાસ આગળ વધારવાનું સ્થગિત કરવામાં આવ્યું છે.