
એન્ટીગુવાના વહીવટીતંત્રે આજે એવું કહ્યું હતું કે, ભારત સરકારના વિદેશ મંત્ર્યાલય અને ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય તેમજ મુંબઈ પોલીસ મંજૂરી પ્રમાણપત્ર દ્વારા એવું જણાવવવામાં આવ્યું હતું કે, મેહુલ ચીનુભાઈ ચોકસીના નામેે એવો કોઈ ફોજદારી ગુનો નોંધાયો નથી, જેને કારણે તેમને એનટીગુવા અને બારમુડાની યાત્રા માટે વિઝા કે અન્ય સુવિધાઓ અટકાવી દેવાય. એન્ટીગુવાના સંબંધિત તંત્રે કહ્યું હતું કે, 2017માં મેહુલ ચોકસીએ જયારે એન્ટીગુવાની નાગરિકતા માટે અરજી કરી હતી ત્યારે માટે તપાસ કરનવારા તમામ ગુપ્તચર એજન્સીઓએ અમને જણાવ્યું હતું કે, મેહુલ ચોકસી વિરુધ્ધ કોઈ જ ગુનો નોંધાયો નથી. આ અંગે સ્થાનિક પોલીસતંત્રે પણ મંજૂરી આપી દીધી હતી. મેહુલ ચોકસી પીએનબી કૌભાંડ કરનારા મુખ્ય આરોપી નીરવ મોદીનો સંબંધી છે. પંજાબ નેશનલ બેન્કમાંથી ગેર રીતિઓ આચરીને હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ કરનારા ઉપરોક્ત બન્ને આરોપી ભારતમાંથી નાસી ગયા છે. એમની સામે કેસ ચલાવવા તેમજ કાનૂની કાર્યવાહી કરીને તેમને ભારત પરત લાવવા માટે ભારત સરકારનું સંબંધિત વહીવટીતંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.