એન્ટીગુઆ સરકાર પીએનબી  કૌભાંડના આરોપી મેહુલ ચોકસીનું ભારતને પ્રત્યાર્પણ કરવા અંગે ભારત સરકારને પૂરેપૂરો સહકાર આપશે.

0
791

એન્ટીગુઆની સરકારે ભારત સરકારને એવી ખાત્રી આપી છે કે, એન્ટીગુવામાં આશરો લઈ રહેલા પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીનું ભારતને પ્રત્યાર્પણ કરવાના મામલામાં ભારત સરકારને પૂરતો સહકાર આપશે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં હાજરી આપવા માટે ન્યુ યોર્કની મુલાકાતે આવેલા ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજે ઉપરોક્ત બેઠક દરમિયાન એન્ટીગુઆ તેમજ બર્મ્યુડાના વિદેશપ્રધાન સાથે મંત્રણા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે  મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ વિષેનો મુદો્ પણ રજૂ કર્યો હતો. એન્ટીગુઆના વિદેશમંત્રી ઈ પી ચેટ ગ્રીને તેમના વડાપ્રધાન દ્વારા અપાયેલી ખાત્રીથી સુષમા સ્વરાજને માહિતગાર કર્યા હતા. એન્ટીગુઆ સરકારે એવું આશ્વાસન આપ્યું હતું કે, તેમની સરકાર બનતી ત્વરાથી આ મામલાનું નિરાકરણ શોધવાનો પ્રયાસ કરશે.