એનાહેમ કેલિફોર્નિયા ગાયત્રી ચેતના સેન્ટરનો ‘રજત જયંતી મહોત્સવ’ ઊજવાશે

એનાહેમઃ કેલિફોર્નિયાના એનાહેમમાં આવેલા ગાયત્રી ચેતના સેન્ટર, ગાયત્રી મંદિરના મહેશભાઈ ભટ્ટ, કૌશિકભાઈ પટેલ અને રાજુભાઈ પટેલના જણાવ્યા મુજબ આ ગાયત્રી મંદિરના રજત જયંતી મહોત્સવનું 13મી સપ્ટેમ્બરથી 16મી સપ્ટેમ્બર સુધી ગાયત્રી ચેતના સેન્ટર. ગાયત્રી મંદિર, એનાહેમમાં આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે તા. 16મી સપ્ટેમ્બર, રવિવારે 251 કુંડી મહાયજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ‘શાન્તિકુંજ હરિદ્વાર’ના ડો. ચિન્મય પંડ્યા તથા ડો. પ્રણવ પંડયા ખાસ હાજરી આપવાના છે. આ પ્રસંગે આ મહોત્સવમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન માટે સંપર્ક તેમ જ વધુ માહિતી માટે ફોન નંબર 714 220 2111 પર સંપર્ક કરવો.
(માહિતીઃ ન્યુઝટીમ હર્ષદરાય શાહ, નટુભાઈ પટેલ અને કાન્તિભાઈ મિસ્ત્રી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here