
78 વર્ષના પીઢ રાજકીય નેતા એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડવાના નથી. તેમણે કહ્યું હતું કે, હું 14 વખત લોકસભાની ચૂંટણી લડ્યો છુંઅને જીત્યો છું. હવે મેં ચૂંટણી નહિ લડવાનો નિર્ણય લીધો છે. યુવાનોને નેતૃત્વની તક આપવા માટે અમારા પરિવારમાંથી કોઈકે તો પાછળ હટવું પડે. શરદ પવારના ભત્રીજા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર મવાલ લોકસભાની બેઠક પરથી એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.