એનડીએ સરકારસાથેના ગઠબંધનથી છૂટો પડશે ચંદ્રાબાબુ નાયડુનો તેલુગુ દેશમ પક્ષ

0
1006

ભાજપની કેન્દ્ર સરકારથી નારાજ થયા છે આંધ્રપ્રદેશના રાજનેતાઓ. વાયએસઆર કોંગ્રેસે તો નરેન્દ્ર મોદી સરકારે આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈન્કાર કરી દીધો એ વાતથી નારાજ થઈને વિરોધનું બ્યુગલ ફૂંકયું છે. વાયએસઆર કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર વિરુધ્ધ સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાટે નોટિસ આપી છે.વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગમોહન રેડ્ડીએ વિવિધ રાજકીય પક્ષોને પત્ર લખીને મોદી સરકાર વિરુધ્ધ અવિશ્વાસના ઠરાવને માટે સમર્થનની વિનંતી કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની મોદી સરકારે આપેલી બાંહેધરીનું પાલન કરવામાં આવ્યું નથી. સરકાર હવે એ બાબત પીછેહઠ કરી રહી છે. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા માટે 50 સંસદસભ્યોનું લેખિત સમર્થન અનિવાર્ય હોય છે. તેલુગુદેશમ પક્ષના અધ્યક્ષ અને આંધ્રના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ આ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેલુગુદેશમ પક્ષના 16 સંસદસભ્યો છે, જયારે વાયએસઆર કોંગ્રેસના 9 સભ્યો છે. બન્ને મળીને 25 સભ્યો થાય છે. એટલે વધુ ને વધુ વિપક્ષી સભ્યોનો ટેકો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે સંસદમાં ભારતીય જનતા પક્ષની બહુમતી હોવાથી આ અવિશ્વાસની દરખાસ્ત પરિણામલક્ષી બનવાની કોઈ જ શક્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here