એનજે બીઝ હેલ્થકેર હીરોઝ એવોર્ડઃ ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સીને એવોર્ડ

ન્યુ જર્સીઃ ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સીને 2018 એનજે બીઝ હેલ્થકેર હીરોઝ એવોર્ડ એજ્યુકેશન હીરો-ઓર્ગેનાઇઝેશન કેટેગરીમાં પ્રદાન કરવામાં આવ્યો છે. ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી નોન પ્રોફિટ સંસ્થા છે, જે છેલ્લાં 20 વર્ષથી હેલ્થ ફેરની પ્રવૃત્તિઓ થકી હેલ્થ સ્ક્રીનિંગ, ડિસીસ પ્રિવેન્શન એજ્યુકેશન, કાઉન્સેલિંગ કરે છે. પ્રેસિડન્ટ ડો. તુષાર પટેલ અને ટ્રસ્ટી ડો. અશોક પટેલની નિગરાનીમાં 10 હજારથી વધુ વ્યક્તિઓઓનું ફ્રી ચેક-અપ કરવામાં આવ્યું છે અને ત્રણ હજાર ક્રોનિક ડિસીસના દર્દીઓનું નિદાન કરાયું છે. હેલ્થકેર હીરોઝના ફાઇનલિસ્ટોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દરેક કેટેગરીમાં વિજેતાનાં નામ જાહેર કરાયાં હતાં.
ન્યુ જર્સીમાં સમરસેટમાં સમરસેટ પાર્કમાં પેલેસમાં આયોજિત એવોર્ડ્સ બ્રેકફાસ્ટ અને સમારંભ દરમિયાન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા હતા. સન્માનિતોને આ સમારંભમાં હાઇલાઇટ પણ કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ કાર્યક્રમનું આયોજન ન્યુ જર્સીના પ્રીમિયર બિઝનેસ ન્યુઝ પબ્લિકેશન એનજેબીઝ દ્વારા થયું હતું જેે હોરાઇઝન બ્લુ ક્રોસ બ્લુ શિલ્ડ ઓફ એનજે, હેકેનસેક મેરિડિયન હેલ્થ, કેરવન, મેલઇલરોય, ડ્યુચ, મુલવેની એન્ડ કારપેન્ટર, ન્યુ જર્સી હોસ્પિટલ એસોસિયેશન, સેન્ટ જોસેફ હેલ્થ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો.
આ સમારંભમાં 400થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નેટવર્કિંગ, બ્રેકફાસ્ટ પછી એવોર્ડ એનાયત સમારંભ શરૂ થયો હતો. ફાઇનલિસ્ટો અને વિજેતાઓની પસંદગી જજોની સ્વતંત્ર પેનલે કરી હતી.