એનઆરઆઈ પતિઓ માટે સંસદના શિયાળુ સત્રમાં નવો કાયદો રજૂ કરવામાં આવશે.,

0
874

ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે આજે હૈદરાબાદ ખાતે ચૂંટણીસભાને સંબોધતાં આ માહિતી આપી હતી. સુષમા સ્વરાજે કહ્યું હતું કે, એનઆરઆઈ પુરુષો નજીવા કારણસર કે કશાય કારણ વિના પત્નીને છોડી દેતા હોય છે એવી આશંકા સમાજમાં સતત પ્રવર્તી રહી છે. તેમણે જણાવ્યું હતુંકે, સંસદના શિયાળુ સત્રમાં એ અંગે એક કડક કાનૂન બનાવવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી રહયો છે. તેલંગણા વિધાનસભાની ચૂંટણી આગામી 7 ડિસેમ્બરના થવાની છે. એ માટે ભાજપ તરફથી પ્રચાર કરવા હૈદરાબાદ આવ્યા  હતા. તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, પત્નીઓને છોડીને જનારા 25 પતિઓના પાસપોર્ટ અમે રદ કરી નાખ્યા હતા.

ગત 13મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા એક અરજીની સુનાવણી કરતી વેળાએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં પત્નીઓને છોડી દેનારા તેમજ દહેજની માગણી કરીને તેમની પર માનસિક – શારિરીક ત્રાસ ગુજારનારા એનઆરઆઈ પુરુષો( પતિ) ની ફરજિયાત ધરપકડ કરવાનો તેમજ પીડિત પત્નીને કાનૂની અને આર્થિક સહાય પૂરી પાડવાની માગણી કરતી અરજી અંગે ચર્ચા કરવામાં આવી હતી.