શાંતિગ્રામ કેરાલા આયુર્વેદ કંપની, યુએસએ અમેરિકામાં ન્યુ જર્સી-ન્યુ યોર્ક-ટેક્સાસ-
ઇલિનોઇસ-વિસ્કોન્સિન સહિત 12 શહેરોમાં પોતાની હાજરી પ્રસ્થાપિત કરનાર અને ઓથેન્ટિક કેરાલા આયુર્વેદ વિવિધ થેરપી પૂરી પાડતી અગ્રણી પ્રોવાઇડર કંપની છે.
સમારંભમાં 500થી વધુ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા, જેમાં ન્યુ જર્સી સેનેટર વિન ગોપાલ, કમિશનર ઓફ ન્યુ જર્સી સ્ટેટ ઉપેન્દ્ર ચિવુકુલા, ન્યુ જર્સીમાં યુએસ કોંગ્રેસ શાંતિગ્રામ વેલનેસ કેરાલા આયુર્વેદ, યુએસએના દસમા વાર્ષિક દિનની ઉજવણીઁ
માટેના ઉમેદવાર પીટર જેકોબ, પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ટીવી એશિયાના ચેરમેન પદ્મશ્રી એચ. આર. શાહ, ડો. સુધાંશુ પ્રસાદ અને ડો. બિનોદ સિંહા, મેલિના ગિયાની (હેલ્થ ઇન્શ્યોરન્સ કન્સલ્ટિંગ સ્પેશિયલિસ્ટ-એબીસી મેડિકલ કોડિંગ સોલ્યુશન્સનાં પ્રેસિડન્ટ), ચિન્મય મિશનના આચાર્ય સ્વામી સિદ્ધાનંદા, બોલીવુડના અભિનેતા દીપક પરાશરનો સમાવેશ થતો હતો.
પોતાના સ્વાગત પ્રવચનમાં શાંતિગ્રામ યુએસએનાં સ્થાપકો ડો. ગોપીનાથ નાયર અને ડો. અંબિકા નાયકે છેલ્લાં દસ વર્ષની યાત્રા વર્ણવી હતી. સમારંભ દરમિયાન શાંતિગ્રામ આયુર્વેદ ટ્રેનિંગ સ્કૂલ અને શાંતિગ્રામ હર્બલ પ્રોડકટસનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
સેનેટર વિન ગોપાલ દ્વારા શાંતિગ્રામના સીઈઓ ડો. ગોપીનાથ નાયરને ન્યુ જર્સી સ્ટેટની સેનેટ અને જનરલ એસેમ્બલી તરફથી જોઇન્ટ લેજિસ્લેટિવ રેઝોલ્યુશન સુપરત કરવામાં આવ્યું હતું.
શાંતિગ્રામ ફાઉન્ડેશન એ શાંતિગ્રામની નોનપ્રોફિંટ ચેરિટી વિંગ છે, જેનું પણ લોન્ચિંગ આ પ્રસંગે કરાયું હતું.
ગાયિકા અનીતા કૃષ્ણા અને તેમના ટ્રુપ દ્વારા મ્યુઝિક કોન્સર્ટ રજૂ કરવામાં આવી હતી. શાંતિગ્રામના વાઇસ પ્રેસિડન્ટ બિનુ નાયરે આભારવિધિ કરી હતી.