એચ-1 બી વિઝા ધરાવનારી વ્યક્તિના પતિ કે પત્ની ને અમેરિકામાં નોકરી કરવા બાબત જૂન સુધી રાહત

0
1142

2015થી ગ્રીનકાર્ડની પ્રતીક્ષા કરી રહેલા એચ-1 બી વિઝા ધરાનનારી વ્યકિતના પતિ કે પત્ની  એચ-4 આશ્રિત વિઝા પર અમેરિકામાં કાયદેસર નોકરી કરી શકે એવો કાયદો અગાઉ આેબામા વહીવટીતંત્ર દ્વારા ધડવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ પ્રમુખ આેબામાએ આ નિયમ બનાવ્યો હતો જેથી અમેરિકામાં નોકરી માટે આવનારા ઉચ્ચ શિક્ષિત વર્ગને રાહત થાય . ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન દ્વારા એચ-1બી વિઝા ધરાનનાર વ્યકિતના જીવન- સાથીને કામ કરતા અટકાવવાનો કાયદો અમલમાં લાવવાની ગતિવિધિ થઈ રહી હતી. ઉપરોકત પ્રસ્તાવને સંસદીય મંજૂરી આપી કાયદાનું સ્વરૂપ આપવાની પ્રવૃત્તિ ટ્રમ્પના વહીવટીતંત્રે હાથ ધરી હતી. પણ હાલ પૂરતું તેના પર વિરામ મૂકાઈ ગયું છે. આ પગલું અત્યારે મુલત્વી રાખવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

 

 આગામી જૂન સુધી એ અંગે નિર્ણય નહિ લેવાય એમ કહેવામાં આવ્યું હતું. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અંગે ઉતાવળે પગલાં ના લઈ શકાય. આ કાયદો પસાર કરવાથી ઊભી થનારી પરિસ્થિત તેમજ આર્થિક અસરો વગેરે બાબત સમિક્ષા કરવા વધુ સમયની જરૂર છે. એટલે આગામી જૂન સુધી આ અંગે કશું કાયદાકીય પગલું નહિ ભરાય , એટલે  ભારત અને ચીન સહિતના એચ-1 બી વિઝાધારકોને હાલ પૂરતી થોડી રાહત ચોક્કસમળી છે.