એચ -1બી વિઝા મંજૂર કરવાનું પ્રમાણ 2019માં ઘટ્યું…

0
827

નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના અહેવાલમાં જણાવ્યા અનુસાર, એચ- 1બી વિઝા માટેની દર 4 અરજીઓમાંથી એક અરજી રદ કરી નાખવાનો રેશિયો જોવા મળી રહ્યો છે. અગાઉ કરતાં હવે એચ- 1બી વિઝા માટેની ચાર ગણી વધુ અરજીઓ રદ કરવામાં આવી રહી છે. આ રીતે એચ-1બી વિઝા ઘટાડવામાં આવી રહ્યા હોવાથી સ્થાનિક ગ્લોબલ કંપનીઓ પણ ચિંતામાં મૂકાઈ છે. તેમના અભિપ્રાય અનુસાર, ટેકનોલોજીના ક્ષેત્રમાં ભવિષ્યમાં અછત ઊભી થશે. જેના કારણે દેશ ટેકનોલોજીના ક્ષેત્રમાં પાછળ રહી જશે. આજની પરિસ્થિતિમાં કેનેડા સહિતના દેશો ટેકનોલોજીના ક્ષેત્રમાં નિષ્ણાતો માટે હોટ ફેવરીટ બની ગયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્થાનિક અમેરિકનોને જોબમાં પ્રાયોરિટી આપવા, પ્રધાન્ય આપવા માટે નીતિઓ ઘડી રહ્યા છે. તેના પરિણામે ભારત સહિત વિદેશમાં વસતા તેમજ અમેરિકા આવીને પોતાની તેજસ્વિતા- નિપુણતા પુરવાર કરવા ઈચ્છતા બુધ્ધિજીવી યુવાઓને સહન કરવુંપડે છે.