એચ-1બી લોટરી માટે મારા કેસની પસંદગી નહીં થાય તો શું? એચ-વનબી કેપ સિવાય વર્ક વિઝાના વિકલ્પોનું સંશોધનઃ ભાગ-1

0
769
OLYMPUS DIGITAL CAMERA

ગયા નાણાકીય વર્ષમાં યુએસસીઆઇએસ દ્વારા જાહેરાત કરાઇ હતી કે નાણાકીય વર્ષ 2017 માટે તેને લગભગ 236000 એચ-વનબી પીટીશનો મળી હતી. એક વાર લોટરી (રેન્ડમ સિલેકશન પ્રોસેસ) પૂર્ણ થઇ જાય પછી યુએસસીઆઇએસ રિસીપ્ટ નોટીસો મોકલવાની શરૂઆત કરે છે. 2018-2019 એચ-વનબી નાણાકીય વર્ષ લોટરીમાં દરમિયાન કોને એચ-વનબી વિઝા મળશે કે કેમ તેની અચોક્કસતા પ્રવર્તી રહી છે. આ વખતે ભાવિ એચ-વનબી વિઝા લાભાર્થી અન્ય વર્ક વિઝાના વિકલ્પો શોધવાની શરૂઆત કરી શકે છે, જે તેઓને યુનાઇટેડ સ્ટેટસમાં કામચલાઉ ધોરણે રહેવાની અને કામ કરવાની મંજૂરી આપી શકે છે. આ લેખમાં સંભવતઃ વર્ક વિઝાના વિકલ્પોની માહિતી આપવામાં આવી છે જેનો લાભ 2017-2018 નાણાકીય વર્ષ એચ-વનબી કેપમાં પસંદગી પામેલા કેટલાક નસીબદાર વ્યક્તિો લઇ શકે છે.
કેપ-મુક્તિ એચ-વનબી વિઝા
કેપ-મુક્તિ એચ-વનબી વિઝાની કેટલીક ચોક્કસ કેટેગરીઓ છે. એક આ પ્રકારની કેટેગરી વિદેશી નાગરિકો માટે છે જેમને નોનપ્રોફીટ-સરકારી સંશોધન સંસ્થામાંથી અથવા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાંથી રોજગારીની ઓફર મળી હોય.
કેપ-મુક્તિ તરીકે વર્ગીકૃત કરતી વખતે, એ ફરજિયાત નથી કે ભાવિ એચ-વનબી કર્મચારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાંથી રોજગાર મેળવતો હોવો જોઇએ. ભાવિ એચ-વનબી કર્મચારીઓ, કે જેઓને કોઇ પણ રોજગારદાતાએ નોકરીમાં રાખ્યા હોય, અને તેઓ માન્ય સંસ્થાઓમાં ફરજ બજાવી હોય તેઓ કેપ-મુક્તિ એચ-વનબી વિઝા માટે કવોલિફાય થઇ શકશે.
એચ-વનબીવન, ટીએન અને ઇ-3 વિઝા સહિત અન્ય પ્રોફેશનલ સ્પેશિયાલિટી વર્કર વિઝા
ત્રણ નોન-ઇમિગ્રન્ટ વિઝા કેટેગરી છે જે એચ-વનબી વિઝાની સમાંતર છે જે ચોક્કસ દેશોમાંથી આવતા ટેમ્પરરી પ્રોફેશનલ વર્કર્સ માટે ઘડવામાં આવી છે. આ વિઝા ચોક્કસ ટ્રેડ એગ્રીમેન્ટ્સ પર આધારિત હોય છે જે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વિવિધ દેશોએ હસ્તાક્ષર કરેલા હોય છે.
એચ-વનબીવન વિઝા પ્રોગ્રામ ચીલી અને સિંગાપોર જેવા દેશો માટે ખાસ તૈયાર કરાયો છે. દર નાણાકીય વર્ષ માટે 6800 વિઝા (જેમાં 1400 વિઝા ચીલીના નાગરિકો માટે અને 5400 વિઝા સિંગાપોરના નાગરિકો માટે) 65000ના એચ-વનબી કેપમાંથી અલગ રાખામાં આવે છે. યુએસસીઆઇએસમાં પીટીશન સબમિટ કર્યા વગર વિદેશમાં યુએસ કોન્સ્યુલેટ અથવા એમ્બેસીમાંથી એચ-વનબીવન મેળવી શકાય છે.
કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયાના નાગરિકો ઇ-3 ટેમ્પરરી વર્ક વિઝા માટે કવોલિફાય થઇ શકે છે.
વ્યવસાયિકપણે, એચ-વનબીવન, ટીએન અને ઇ-3 કેટેગરી એચ-વનબી વિઝાનો અરીસો છે જેમાં વિદેશી કર્મચારી ‘ખાસ વ્યવસાય’માં રોજગારી મેળવી શકે છે. બંને એચ-વનબીવન અને ઇ-3 કેટેગરીના વિઝા માટે ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (ડીઓએલ)માંથી લેબર કંડીશન એપ્લીકેશન (એલસીએ)ના પ્રમાણપત્રની જરૂર પડે છે.
ધ ટ્રીટી ટ્રેડર-ઇન્વેસ્ટર વિઝાઃ વિઝા કલાસિફિકેશનની અવગણના ન કરવી જોઇએ
ઇ-વિઝા માટે કવોલિફાય થયેલા વિદેશી નાગરિકે પોતાના દેશના સિટીઝનશીપ એગ્રીમેન્ટના પ્રકાર (બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી (બીઆઇટી), ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ), ટ્રીટી ઓફ ફ્રેન્ડશીપ, કોમર્સ એન્ડ નેવિગેશન (એફસીએન) પર આધાર રાખવો પડે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કરવામાં આવ્યા હોય છે.
બે પ્રકારના ઇ વિઝા હોય છેઃ ટ્રીટી ટ્રેડર વિઝા (ઇ-1) અને ટ્રીટી ઇન્વેસ્ટર વિઝા (ઇ-2). એફટીએ ધરાવતા જે તે દેશના ના નાગરિકો કેટલાક કિસ્સામાં ઇ-1 અને ઇ-2 વિઝા માટે કવોલિફાય થઇ શકે છે. (ક્રમશઃ)