એચ-1બી લોટરી માટે મારા કેસની પસંદગી નહિ થાય તો શું?ઃ એચ-વનબી કેપ સિવાય વર્ક વિઝાના વિકલ્પોનું સંશોધનઃ ભાગ-2

0
1048

 

ઓપીટી પૂર્ણ થયા પછી રોજગારી મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે અન્ય વર્ગીકરણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે.
અમેરિકી યુનિવર્સિટીઓમાં વિદેશી સ્નાતક વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વિઝાના વિકલ્પો ઉપલબ્ધ થઈ શકે છે. એચ-વનબી કેપ માટે પસંદ ન થયેલા એફ-1 વિદ્યાર્થીઓ સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, એન્ડ મેથેમેટિક્સ (સ્ટેમ) જેવા ફિલ્ડમાં સ્પેશિયલ સ્ટેમ ઓપીટી એક્સટેન્શન માટે અરજી કરી શકે છે. એક્સટેન્શન મેળવવા માટે વિદ્યાર્થી ઈ-વેરિફાઈમાં નોંધાયેલા રોજગારદાતા દ્વારા રોજગાર મેળવતો, અને આ પ્રકારની ડિગ્રી સંબંધિત ઓપીટી પૂર્ણ થયા પછી પ્રારંભિક ગ્રાન્ટ મેળવતો હોવો જોઈએ. તાજેતરની મળેલી ડિગ્રીઓમાં વિદ્યાર્થીએ સ્ટેમ વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તે નિયમોની જરૂરિયાત છે. સ્ટેમ ડિગ્રી માટે ઓપીટી સમયનું આ વિસ્તરણ યુએસ રોજગારદાતાઓને એચ-વનબી પ્રક્રિયા દરમિયાન યોગ્ય સ્નાતકોને નિમણૂક કરવાની બે તક આપે છે. સ્ટેમ ઓપીટી એક્સટેન્શન એચ-વનબી પિટિશનો માટે બે વધારાનાં નાણાકીય વર્ષમાં સબમિટ કરવાની મંજૂરી આપે છે.
સ્ટેમ ડિગ્રી ન ધરાવતા વિદ્યાર્થીઓ સ્કૂલે પાછા જવાના વિકલ્પની પસંદગી કરી છે. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થીએ યુએસ શૈક્ષણિક સંસ્થામાં સ્નાતકની પદવી મેળવી હોય તે અન્ય સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી પ્રોગ્રામમાં જોડાવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. અમેરિકામાં સમય પસાર કરવા માટે બેચલર્સ ડિગ્રી પ્રોગ્રામમાં જોડાવાનો સારો વિચાર છે. માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામમાં જોડાતાં અગાઉ, વિદ્યાર્થીએ એ જાણવું જરૂરી છે કે યુએસ યુનિવર્સિટી હાયર એજ્યુકેશન એક્ટ ઓફ 1965ના સેકશન 101 (એ) દ્વારા વ્યાખ્યાયિત ‘ઇન્સ્ટિટ્યુશન ઓફ હાયર એજ્યુકેશન’ તરીકે ક્વોલિફાય થયેલી હોવી જોઈએ, કારણ કે અમેરિકી શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી દરેક માસ્ટર્સ ડિગ્રી એચ-વનબી માસ્ટર્સ કેપ માટે જે તે વિદ્યાર્થીને ક્વોલિફાય કરતી નથી.
મલ્ટિનેશનલ કંપનીઓના વિદેશી કામદારો માટે એલ-1 વિઝાનો વિકલ્પ હંમેશાં ધ્યાનમાં રાખો
મલ્ટિનેશનલ કંપનીઓના વિદેશી કર્મચારીઓ માટે એચ-વન વિઝાના વિકલ્પનો ઉપયોગ હંમેશાં ખુલ્લો રહે છે. એલ-વન વિઝા ક્લાસિફિકેશન યુનાઇટેડ સ્ટેટસમાં મેનેજમેન્ટ-પ્રોફેશનલ-સ્પેશિયલાઇઝ્ડ નોલેજ સ્કિલ ધરાવતા વિદેશી નાગરિકોને કામચલાઉ બદલીની સુવિધા આપે છે.
એલ કેટેગરીમાં બે પ્રકારના એલ વિઝા હોય છે, એલ-1 એ વિઝા ‘એક્ઝિક્યુટિવ અને મેનેજરો’ માટે જ્યારે એલ-1બી વિઝા ‘સ્પેશિયલાઇઝ્ડ નોલેજ’ ધરાવતા કર્મચારીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
એલ-1 એ વિઝા એક્ઝિક્યુટિવ્સ સંસ્થાના મેનેજમેન્ટને અથવા સંસ્થાની મુખ્ય પ્રક્રિયાને નિર્દેશ આપે છે. એ જ રીતે એલ-1એ મેનેજરોની પ્રાથમિક ફરજ સંસ્થાને નિર્દેશ આપવાની હોય છે. મેનેજરો અને એક્ઝિક્યુટિવ્સને સહાયકોની જરૂર હોતી નથી. એલ-1 કેટેગરી વિઝા જે તે વ્યક્તિને ‘ફ્ંક્શનલ મેનેજમેન્ટ’ પરફોર્મ કરવા માટે નિયમિત બનાવે છે. એલ-1બી વિઝા માટે ક્વોલિફાય થવા માટે, જે તે કર્મચારીએ કંપની, તેનાં ઉત્પાદનો, આંતરરાષ્ટ્રીય બજારમાં તેના અમલનું સ્પેશિયલાઇઝ્ડ નોલેજ હોવું જાઈએ.
એચ-1બી કેપની આસપાસ કામ કરવાની અસાધારણ તક એટલે તમારા વિઝા ઉમેદવાર માટે ઓ-1 વિઝા મેળવા માટેની અસાધારણ ક્ષમતા.
એલ-વન નોનઇમિગ્રન્ટ વિઝાની જેમ ઓ-1 વિઝાની બે પ્રકાર હોય છે. એલ-1 વિઝાની જેમ ઓ-વન વિઝા વાર્ષિક કેપને આધીન હોતા નથી. નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા ઓ-1 કેટેગરી બે કેટેગરી ઓ-1એ અને ઓ-1બીમાં વહેંચવામાં આવી છે.
એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા પ્રોસેસ અથવા એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા ઓપ્શન વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here