એચ-1બીનું એબીસીઃ એચ-1બી કેપ પૂર્ણ થઈ ગઈ છે, શું હજુ મને એચ-1બી વિઝા મળવાની તક છે?

0
1036

 

છેલ્લાં કેટલાંક વર્ષોથી એપ્રિલના પ્રથમ અઠવાડિયા દરમિયાન, યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમને પૂરતી સંખ્યામાં, રેગ્યુલર અને માસ્ટર્સ બન્ને માટે એચ-1બી પિટિશનો મળી છે. પિટિશનોમાં વધારો થવાના પગલે યુએસસીઆઇએસ દ્વારા લોટરી (જેને ટેક્નિકલી ભાષામાં રેન્ડમ સિલેક્શન પ્રોસેસ કહેવામાં આવે છે) સિસ્ટમ હાથ ધરવામાં આવી છે. આ પિટિશનો પાંચ દિવસની સમયમર્યાદામાં મળેલી હોવી જોઈએ, જે સમયગાળો યુએસસીઆઇએસ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે. રેન્ડમ સિલેક્શન પ્રોસેસમાં પસંદ થયેલી પિટિશનોને યુએસસીઆઇએસ દ્વારા રિસીપ્ટ નોટિસો મોકલવામાં આવે છે.

એચ-1બી લોટરી એ ભાવિ એચ-1બી ઉમેદવારો માટે ખૂબ જ તનાવયુક્ત સમયગળો હોય છે, જ્યાં સુધી ભાવિ એચ-1બી રોજગારદાતાઓને (અથવા તેઓના કાયદેસરના પ્રતિનિધિઓને) રિસીપ્ટ નોટિસો મળવાની શરૂઆત ન થાય, અને ભાવિ એચ-1બી વિઝાધારકો વિશેની અચોક્કસતાનાં ઘેરાયેલાં વાદળો ઝડપથી દૂર ન થાય, ત્યાં સુધી એ સવાલ સતત પુછાતો રહે છે કેેઃ જો મારી એચ-1બી પિટિશન એચ-1બી કેપની મર્યાદા સુધી ન પહોંચે ત્યાં સુધી શું હજુ મને એચ-1બી વિઝા મેળવવાની તક છે?
કમનસીબે, રેગ્યુલર (બેચલર્સ) એચ-1બી કેપ 58,200 સુધી હોય છે, જ્યારે માસ્ટર્સ કેપ 20,000થી વધુ સ્પેશિયલિટી ઓક્યુપેશન વર્કર્સને આ વિઝા આપી શકે તેમ નથી. જોકે કેપ-મુક્ત એચ-વનબી વિઝાની ચોક્કસ કેટેગરીઓ હોય છે, જેની જાણ ઉમેદવારોને હોવી જોઈએ. આ પ્રકારની એક કેટેગરી એમ્પ્લોયમેન્ટ ઓફર્સના લાભાર્થીઓ માટે વિવિધ સ્થળે હોય છેઃ 1. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા અથવા સંબંધિત-સંલગ્ન નોનપ્રોફિટ સંસ્થાઓ, અથવા 2. નોનપ્રોફિટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અથવા સરકારી સંશોધન સંસ્થાઓ.
કેપ-મુક્ત એચ-1બી વિઝા મેળવવા આ કેટેગરીઓનો ઉપયોગ કરતી વખતે એ સવાલ પૂછવામાં આવે છે કેઃ રોજગારીની ઓફર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા અથવા સંબંધિત-સંલગ્ન નોનપ્રોફિટ સંસ્થાઓ, અથવા નોનપ્રોફિટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અથવા સરકારી સંશોધન સંસ્થાઓ તરફથી આવે છે.

એચ-વનબી કેપ-મુક્તિના હેતુ માટે, એચ-1બી નિયમનોએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાની વ્યાખ્યા સ્વીકારવી જોઈએ જે હાયર એજ્યુકેશન એક્ટ ઓફ 196પના સેક્શન 101 (એ)માં આપવામાં આવી છે. અગાઉના લેખમાં આપેલી વિગતો મુજબ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા તરીકે વર્ગીકૃત થવા માટે શૈક્ષણિક સંસ્થાએ પાંચ જરૂરિયાતો સંતોષવી જોઈએ. સૌપ્રથમ, શૈક્ષણિક સંસ્થા પબ્લિક અથવા અન્ય નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોવી જોઈએ. બીજું, સંસ્થાએ આપેલી માસ્ટર્સ ડિગ્રી રાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત એક્રિડિટિંગ એજન્સી અથવા એસોસિયેશન દ્વારા પ્રમાણિત હોવી જોઈએ. આ ઉપરાંત, નીચે મુજબની ત્રણ જરૂરિયાતો પણ શૈક્ષણિક સંસ્થાએ પૂરી કરવી જોઈએઃ માધ્યમિક શિક્ષણ આપતી શાળામાંથી સ્નાતકનું પ્રમાણપત્ર ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ, 2. માધ્યમિક શિક્ષણથી વધારે શિક્ષણના કાર્યક્રમો આપવા માટે કાયદેસરની માન્યતા મેળવેલી હોવી જોઈએ, અને 3. બે વર્ષથી ઓછા પ્રોગ્રામ ન આપતી અથવા સ્નાતકથી વધુ શિક્ષણ આપતી સંસ્થા માટે શૈક્ષણિક કાર્યક્રમો આપતી હોવી જોઈએ. આ અંગે વધુ માર્ગદર્શન તાજેતરમાં આપવામાં આવ્યું હતું જેનો અમલ 17મી જાન્યુઆરી, 2017થી શરૂ થયો હતો.

શૈક્ષણિક સંસ્થા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા તરીકે માન્ય ગણાશે કે કેમ તેની ધારણા કરતાં અગાઉ બે સવાલો ઇમિગ્રેશન પ્રેક્ટિસનર્સને (અથવા ભાવિ એચ-1બી રોજગારદાતાઓને) પૂછવાનું મન થાય છેઃ 2. રોજગારદાતા ‘દ્વારા’ અને રોજગારદાતા સંસ્થા ‘માં’ વચ્ચેનો તફાવત શું છે? 2. નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા સાથે ‘સંબંધિત અથવા સંલગ્ન’ છે તે કેવી રીતે નક્કી કરાય છે.

સન 2006 આઇટીસ મેમો રોજગારદાતા ‘દ્વારા’ અને રોજગારદાતા સંસ્થા ‘માં’ વચ્ચેનો તફાવત અને તેની પાછળનો હેતુ સ્પષ્ટ કરે છે. આ મેમો દર્શાવે છે કે, ચાલુ અથવા ભાવિ એચ-1બી રોજમદારો વતી માન્યતાપ્રાપ્ત સંસ્થાઓની પીટીશન કરવામાં આવે છે અને આ છૂટછાટનો દાવો કરે છે. કેટલાક સંજોગોમાં પીટીશનરો પોતે માન્ય સંસ્થા હોતા નથી તેઓ પણ આ છૂટછાટનો દાવો કરે છે કારણ કે ભાવિ એચ-1બી લાભાર્થી માન્ય સંસ્થા ‘માં’ નોકરી કરવાનો હોય છે. આ પ્રકારના પીટીશનરોને ‘થર્ડ પાર્ટી પીટીશનર્સ’ તરીકે ઓળખવામાં આવે છે.
યુએસસીઆઇએસ પોલિસી અંતર્ગત, સંબંધિત અથવા સંલગ્ન નોનપ્રોફીસ સંસ્થાની વ્યાખ્યા 8 સી. એફ. આર. 214 .2 (એચ) (19) (3) (બી)માં આપવામાં આવી છે. વ્યક્તિગત રીતે, યુએસસીઆઇએસ નીચે મુજબી વ્યાખ્યા ધ્યાનમાં રાખે છેઃ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલી નોનપ્રોફીટ સંસ્થા દ્વારા સંચાલિત સમાન બોર્ડ અથવા ફેડરેશનને પોતાની માલિકી અથવા અંકુશ આપેલો હોવો જોઈએ , અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા અથવા સભ્ય-શાખા-સહકારી-સબસિડિયરી તરીકે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલી હોવી જોઈએ.

શું માન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા સાથેના સહકારથી પ્રાથમિક અથવા માધ્યમિક શાળાઓ ટીચર્સ સર્ટિફિકેશન પ્રોગ્રામ ચલાવે છે કે નહીં તે પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી જોઈએ, અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો હેતુ પ્રાથમિક-માધ્યમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવાનો હોવો જોઈએ. આ સહકારનો હેતુ એ છે કે પિટિશનર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા સાથે સભ્ય-શાખા-સહકારી અથવા સબસિડિયરી તરીકે જોડાયેલો હોવો જોઈએ.
નિયમનો એ માગણી ન કરી શકે છે કે ભાવિ એચ-1બી કામદારો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા (અથવા સંબંધિત-સંલગ્ન નોનપ્રોફિટ સંસ્થાઓ) અથવા નોનપ્રોફિટ સંશોધન સંસ્થાઓ, અથવા સરકારી સંશોધન સંસ્થાઓ ‘દ્વારા’ રોજગારી મેળવતા હોવા જોઈએ.

એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા પ્રોસેસ અથવા એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા ઓપ્શન વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો     201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here