એચ-વનબીનું એબીસીઃ ભાવિ એચ-વનબી રોજગારદાતાઓએ એચ-વનબી કામદારોને કેટલું વેતન ચૂકવવું જોઈએઃ શા માટે પ્રવર્તમાન વેતન મહત્ત્વનું છે

0
1031

કેટલાક ચોક્કસ વ્યવસાયમાં એચ-વનબી નોન-ઇમિગ્રન્ટને નોકરીમાં રાખવા માગતા રોજગારદાતાઓએ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (ડીઓએલ)માં ફાઈલિંગ કરવું પડે છે અને લેબર કન્ડિશન એપ્લિકેશન (એલસીએ) જાળવી રાખવું પડે છે.

એલસીએમાં, કામદારોની સંખ્યા, ઓક્યુપેશનલ ક્લાસિફિકેશન કે જેમાં એચ-વનબીને રોજગારી આપવાની હોય, વેતનદર અને કઈ પરિસ્થિતિમાં ભાવિ એચ-વનબી નોનઇમિગ્રન્ટને રોજગારી આપવાની છે તે વિગતો લખવી પડે છે. આ ઉપરાંત, રોજગારદાતાએ એ જોડવું પડે છે કે, એચ-વનબી રોજગારીના સમય દરમિયાન બેમાંથી જે વધુ હોય તેઃ 1. ચોક્કસ વ્યવસાય માટે લાયકાત અને સમાન અનુભવ ધરાવતા તમામ અન્ય કામદારોને રોજગારદાતા દ્વારા ચૂકવાયેલી વાસ્તવિક વેતનકક્ષા, અથવા 2. રોજગારના વિસ્તારમાં ઓક્યુપેશનલ ક્વોલિફિકેશન માટે પ્રવર્તમાન વેતનદર, ઓફર કરે છે, અને ઓફર કરશે. પ્રવર્તમાન વેતન ચૂકવવાની જરૂર પડે, ત્યારે વેતન પ્રવર્તમાન વેતનનું 100 ટકા હોવું જોઈએ. પ્રવર્તમાન વેતન ઇચ્છિત રોજગારના ક્ષેત્રમાં ઓક્યુપેશનલ ક્લાસિફિકેશન માટે નક્કી થાય છે અને તે એલસીએ ફાઈલિંગના સમયે નક્કી કરવું જોઈએ. નિયમોની જરૂરિયાત મુજબ, પ્રવર્તમાન વેતન શ્રેષ્ઠ ઉપલબ્ધ માહિતી પર આધારિત હોય છે. રોજગારદાતા જરૂરી વેતન ચૂકવવામાં નિષ્ફળ જાય તો તે વેતનનો તફાવત (જે ચૂકવવું જોઈએ તે વેતન અને જે ખરેખર ચૂકવાયું છે તે વેતનની વચ્ચેનો તફાવત) પાછો આપવા જવાબદાર છે.

પ્રવર્તમાન વેતન કલેક્ટિવ બાર્ગેઇનિંગ એગ્રીમેન્ટ દ્વારા નિર્ધારિત હોય છે, જે નિર્ધારિત રોજગારના સ્થળે વ્યવસાયને અનુલક્ષીને હોય છે. જો જોબ ઓફર વ્યવસાય માટે હોય જે સીબીએ દ્વારા આવરી લેવાયેલી ન હોય અને રોજગારદાતા જે તે ક્ષેત્રમાં વર્તમાન વેતન નક્કી કરવા સર્વેક્ષણ અથવા વિનંતી પૂરી પાડવાની પસંદગી ન કરતા નથી, ત્યારે બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના વેતન ઘટકનો સર્વે રોજગારદાતાની જોબ ઓફર સાથે જોડાણમાં પ્રવર્તમાન વેતન નક્કી કરવા માટે ઉપયોગમાં લેવો જોઈએ.

જોકે રોજગારદાતાઓએ હોદ્દાનાં વર્ણનો જાળવી રાખવાં અને સાચવી રાખવાં જરૂરી નથી, નિયમો મુજબ રોજગારદાતાએ દસ્તાવેજની નકલ રાખવી અને સાચવવી જરૂરી છે, જેનો રોજગારદાતા વ્યવસાય માટે ‘પ્રવર્તમાન વેતન’ પ્રસ્થાપિત કરવા ઉપયોગ કરે છે, જે એચ-વનબી નોનઇમિગ્રન્ટ માગતા હોય છે. આ માહિતી જાહેર જનતાને અથવા વિનંતીના આધારે ડીઓએલને ઉપલબ્ધ થાય અથવા એન્ફોર્સમેન્ટ એક્શન સાથેના જોડાણમાં ઉપલબ્ધ થાય તેમ કરવું જોઈએ.
પ્રવર્તમાન વેતન નક્કી કરવા બિનહયાત અથવા અપૂરતા દસ્તાવેજો હોય, અથવા જો રોજગારદાતા એ દર્શાવવા સક્ષમ ન હોય કે પ્રવર્તમાન વેતન વૈકલ્પિક સ્રોત દ્વારા નક્કી થાય છે, તો પ્રવર્તમાન વેતન મેળવવા એડમિનિસ્ટ્રેટર ડીઓએલના હિસ્સારૂપ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ એડમિનિસ્ટ્રેશન (ઇટીએ)નો સંપર્ક કરી શકે છે. એક વાર ઇટીએ પ્રવર્તમાન વેતન પૂરું પાડે, અને એડમિનિસ્ટ્રેટર, જો એચ-વનબી રોજગારદાતા દ્વારા આ પ્રકારનાં વેતન ચૂકવવામાં ભંગ થાય તો તેના આધારે તે પાછું ચૂકવવા માટે બંધાયેલા છે. નિયમો મંજૂરીને આધીન હોવા જોઈએ. ઇટીએ જે નક્કી કરે છે તે એવો વિકલ્પ હોય છે જે એડમિનિસ્ટ્રેટર પોતાની તપાસમાં ઉપયોગ કરી શકે છે. આ વિકલ્પનો એડમિનિસ્ટ્રેટર્સ તપાસ દરમિયાન ભાગ્યે જ ઉપયોગ કરતા હોય છે.

યોગ્ય દસ્તાવેજો દ્વારા જો રોજગારદાતા સમર્થન આપવામાં નિષ્ફળ જાય કે કેવી રીતે પ્રવર્તમાન વેતન કક્ષા નક્કી કરી છે, કામદારને ચોક્કસ વેતન કક્ષા મુજબ યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે કે નહિ તે નક્કી કરવા એડમિનિસ્ટ્રેટર એચ-વનબી પિટિશનની મંજૂરી માટે યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ સિટિઝનશિપ સર્વિસીસ (યુએસસી-આઇએસ)માં સબમિટ કરાયેલા એમ્પ્લોયરનો લેટર ઓફ સપોર્ટ અને આઇ-129 ફોર્મ્સનો ઉપયોગ કરી શકે છે.
ઇટીએ હોદ્દા માટે યોગ્ય વેતન કક્ષા નક્કી કરવા માટે માર્ગદર્શન આપે છે. લેવલ-વન વેતનદરો શરૂઆતના અથવા પ્રવેશ કક્ષાના કામદારોની જોબ ઓફરને આધીન હોય છે, જેમને વ્યવસાયની સમજ હોય. લેવલ-ટુ વેતનદરો ક્વોલિફાય કામદારો માટે જોબ ઓફરને આધીન હોય છે, જેમની પાસે સારું શિક્ષણ અને અનુભવ હોય અને વ્યવસાયની સારી સમજ હોય.
લેવલ-થ્રી વેતનદરો અનુભવી કામદારોની જોબ ઓફરને આધીન હોય છે, જેમણે સારી ડિગ્રી મેળવી હોય અને વ્યવસાયનું વિશાળ જ્ઞાન, સ્પેશિયલ સ્કિલ હોય. રોજગારદાતાઓની જોબ ઓફરમાં કેટલાક શબ્દો ઉપયોગમાં લેવાયેલા હોવા જોઈએ, જેથી ખ્યાલ આવે કે તે અનુભવી કામદાર છે. જેવા કે લીડ (લીડ એનલિસ્ટ), સિનિયર (સિનિયર પ્રોગ્રામર), હેડ (હેડ નર્સ) શબ્દો દર્શાવે છે કે લેવલ-થ્રી વેજ ધ્યાનમાં લેવાવું જોઈએ. લેવલ-ફોર વેતનદરો ઉચ્ચ-સ્પર્ધાત્મક કામદારો માટે અમલી છે, જેમની પાસે વ્યવસાયનો પૂરતો અનુભવ હોય, કામગીરીને અનુલક્ષીને યોજના ઘડી શક્યા હોય, સ્વતંત્ર આકારણી, પસંદગી, મોડિફિકેશન કરી શકતા હોય, ધારાધોરણો પ્રમાણેની પ્રક્રિયાઓ અને ટેક્નિકો વગેરે બાબતે નિર્ણયો લઈ શક્યા હોય.
લેવલ-ફોર કામદારો મેનેજમેન્ટ પર કાબૂ રાખી શકે છે અથવા સુપરવાઇઝરની ભૂમિકા કે જવાબદારી અદા કરે છે. વેતન કક્ષાઓ માટે કેવી રીતે અરજી કરી શકાય છે તે વિશે વધુ સમજવા નોકરીના હોદ્દાનું ઉદાહરણ ધ્યાનમાં રાખો, જેના માટે બે વર્ષથી વધુ અનુભવ અથવા માસ્ટર્સ ડિગ્રીની જરૂર પડે છે. ઉપરોક્ત માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી, રોજગારદાતાએ લેવલ-ટુ અથવા ઉચ્ચ પ્રવર્તમાન વેતનદરનો ઉપયોગ કરવો જોઈએ.

રોજગારદાતાએ એચ-વનબી કામદારને નોકરીએ રાખવા માટે વાસ્તવિક વેતનથી વધુ વેતન અથવા પ્રવર્તમાન વેતન ચૂકવવું જરૂરી છે. ભાવિ એચ-વનબી રોજગારદાતાએ અગાઉ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે ભાવિ એચ-વનબી કામદારોને વેતન આપે છે કે તે વાસ્તવિક અથવા પ્રવર્તમાન વેતન જેટલું છે કે નહિ. પ્રવર્તમાન વેતન આપતી વખતે રોજગારદાતાએ જોબ ઓફરનો પ્રકાર ધ્યાનમાં લેવો જોઈએ.
જુ

લાઈ, 2018માં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડીએસએચ), યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા 2017-2018 કેપ લોટરીમાં કેસોની પસંદગી કરવા માટે રિકવેસ્ટ્સ ફોર એવિડન્સ (આરએફઇ) બહાર પાડવામાં આવી હતી. 2018-2019ની એચ-વનબી સીઝનમાં એવી ધારણા છે કે આપણે આરએફઈના કેટલાક પ્રકાર વધુ નિહાળી શકીશું.
આ અંગે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here