એચ-વનબીનું એબીસીઃ એચ-વનબી રોજગારદાતાઓ અને ભાવિ એચ-વનબી કામદારો માટે 2018ની ડેડલાઇન માટે એચ-વનબી ફાઈલિંગ સીઝનઃ ભાગ-2

0
797

 

OLYMPUS DIGITAL CAMERA

એચ-વનબી રોજગારદાતાના પ્રકાર અને વિસ્તાર પર ફાઈલિંગ ફીનો આધાર છે
કાયદેસરની ફી ઉપરાંત રોજગારદાતાએ યુએસસીઆઇએસ ફાઈલિંગ ફી ચૂકવવાની જરૂર પડતી હોય છે. દરેક રોજગારદાતાએ આ ફી ચૂકવવી જરૂરી નથી. એચ-વનબી ફાઈલિંગ ફીની રકમ રોજગારદાતાના પ્રકાર અને માપ પર આધાર રાખે છે. તમામ રોજગારદાતાઓએ એચ-વનબી પિટિશન માટે 325 ડોલરની ફાઈલિંગ ફી ચૂકવવી પડે છે. અમેરિકન કોમ્પિટિટિવનેસ એન્ડ વર્કફોર્સ ઇમ્પ્રુવમેન્ટ એક્ટ (એસીડબ્લ્યુએ)ને આધીન, તમામ રોજગારદાતાઓએ 750 ડોલરથી 1500 ડોલરની વધારાની ફી ચૂકવવી પડે છે.
સ્પોન્સર કરતા રોજગારદાતાએ, જો તે 25 અથવા ઓછા ફુલટાઇમ કામદારોને નોકરી પર રાખતા હોય તો, 750 ડોલરની ફી ચૂકવવી પડે છે. તમામ અન્ય કેસોમાં, રોજગારદાતાઓએ 1500 ડોલર ચૂકવવા પડે છે. રોજગારદાતાઓ, જેવા કે ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ, બિનનફાકારક સંસ્થાઓ, ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓ, બિનનફાકારક સંશોધન સંસ્થાઓ, સરકારી સંશોધન સંસ્થાઓ વગેરેને અમેરિકન કોમ્પિટિટિવનેસ એન્ડ વર્કફોર્સ ઇમ્પ્રુવમેન્ટ એક્ટ ફી ચૂકવવામાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, રોજગારદાતાઓ એચ-વનબીની મંજૂરી ઇચ્છતા હોય તેમણે એચ-વનબી વિઝા રિફોર્મ એક્ટ ઓફ 2004 દ્વારા નિર્ધારિત 500 ડોલર ફી ફ્રોડ પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ફી ચૂકવવી પડે છે.
પગાર અને છૂપા ખર્ચાથી બચતા રહો
ભાવિ રોજગારદાતાએ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (ડીઓએલ)માંથી પ્રમાણપત્ર મેળવવું જોઈએ, જે તેમણે વ્યવસાયલક્ષી કુશળતા માટે ફાઈલ કરવાનું હોય છે. રોજગારદાતાએ એલસીએમાં પ્રમાણિત કરાવવું પડે છે કે એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્કરને જે વેતન ચૂકવાશે જે આ પ્રકારનો અનુભવ અને લાયકાત ધરાવતા તમામ અન્ય કામદારોને ચૂકવવાપાત્ર વેતન કરતાં વધારે હશે. આ રીતે, યુએસ કામદારોની સરખામણીમાં ઓછું વેતન ચૂકવાશે નહિ. કોંગ્રેસે એચ-વનબી પ્રોગ્રામમાં સલામતીનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત રોજગારદાતાઓએ પિટિશન પ્રક્રિયા માટેની ફી ચૂકવવી પડે છે.
નિયમોની જરૂરિયાત મુજબ રોજગારદાતાઓએ એલસીએ પ્રમાણિત વેતનો ચૂકવવાની શરૂઆત કરવી જોઈએ, જ્યારે કામદારો ‘કામ કરવા માટે જાતે ઉપલબ્ધ હોય’, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં કામદારના પ્રવેશના 30 દિવસથી અથવા યુએસસીઆઇએસની ચેન્જ ઓફ સ્ટેટ્સની મંજૂરીની તારીખથી 60 દિવસથી ઓછા દિવસ થયા હોય તો નહિ.
જ્યારે એચ-વનબી કામદાર એચ-વનબી પિટિશનની મંજૂરીની તારીખે અમેરિકામાં હાજર હોય, અને જો તે કામદારે ‘રોજગારી મેળવી ન હોય’, ત્યારે એચ-વનબી કામદાર પોતાને સ્પોન્સર કરતા રોજગારદાતા માટે કામ કરવાની માન્યતા પ્રાપ્ત કરે તે તારીખથી રોજગારદાતાએ 60 દિવસ પછી કામદારને વેતન ચૂકવવાની શરૂઆત કરવી જોઈએ.
એલસીએની પોસ્ટિંગ નોટિસ અને પબ્લિક એક્સેસ ફાઈલોની જાળવણી
લેબર કન્ડિશન એપ્લિકેશન (એલસીએ)ની નોટિસ પોસ્ટ કરવી જોઈએ, અથવા એલસીએ ફાઈલિંગ કરતાં અગાઉ યુનિયન હોય તો યુનિયનને આપવી જોઈએ. આ નોટિસ એલસીએ હોઈ શકે છે અથવા પૂરતા વિસ્તાર અને દષ્ટિ ધરાવતો દસ્તાવેજ છે જે નિર્દેશ કરે છેઃ 1. એચ-વનબી ઇચ્છતા હોય, 2. એચ-વનબીની સંખ્યા, 3. વ્યવસાયી વર્ગીકરણ, 4. ઓફર કરાયેલું વેતન, 5. રોજગારીનો સમય, 6. એચ-વનબી રોજગારીનાં સ્થળો, 7. જાહેર પરીક્ષણ માટે એલસીએ ઉપલબ્ધ હોય. આ નોટિસમાં દર્શાવ્યું હોવું જોઈએ કે ફરિયાદો ક્યાં ફાઈલ થયેલી છે. રોજગારના દરેક સ્થળેથી ઓછામાં ઓછાં બે સ્થળોએ નોટિસ પોસ્ટ થવી જોઈએ, જ્યાં કોઈ પણ એચ-વનબી નોનઇમિગ્રન્ટ રોજગારી મેળવતો હોય, અને લેબર કન્ડિશન એપ્લિકેશન ફાઈલ થવાની તારીખ અગાઉ નોટિસ 30 દિવસમાં યુએસ ડીઓએલમાં પોસ્ટ થવી જોઈએ. નોટિસ એવા વિસ્તારોમાં પોસ્ટ થવી જોઈએ, જ્યાં વેતન, કલાકો અને ઓએસએચએ નોટિસો પોસ્ટ થયેલી હોય.
રોજગારદાતાએ જે એચ-વનબી કામદારો ઇચ્છતા હોય તેમને વ્યવસાયી વર્ગીકરણમાં ઇલેક્ટ્રોનિક નોટિસ પૂરી પાડવી જોઈએ, જેનાથી તેઓ હોમપેજ, ઇલેક્ટ્રોનિક બુલેટિન અથવા ઈ-મેઇલ દ્વારા કામદારો સાથે સંપર્ક કરી શકે છે.
રોજગારદાતાએ પબ્લિક એક્સેસ ફાઈલ તરીકે દસ્તાવેજો જાળવી રાખવા જોઈએ. પબ્લિક એક્સેસ ફાઈલ રસ ધરાવતી અને નારાજ પક્ષકારોને ઉપલબ્ધ હોવી જોઈએ. પબ્લિક એક્સેસ ફાઈલ રોજગારદાતાના વ્યવસાયના મુખ્ય સ્થળ અથવા વર્કસાઇટ પર ઉપલબ્ધ હોવી જોઈએ.
ભાવિ એચ-વનબી કામદારો પર ‘અંકુશ’નું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે
યુએસસીઆઈએસ દ્વારા મંજૂર થયેલી એચ-વનબી પિટિશન માટે, પિટિશન કરનાર રોજગારદાતાએ એ પ્રસ્થાપિત કરવું જોઈએ કે રોજગારદાતા-કામદાર વચ્ચેના સંબંધો અસ્તિત્વમાં છે અને તે સંબધો માન્ય એચ-વનબી માન્ય સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સમાં કામગીરી માટે રોજગારીએ રાખેલી વ્યક્તિને નિર્ધારિત વેતન કરતાં વધુ ચૂકવવું પડે છે અથવા તો તેને એચ-વનબી પિટિશનિંગ ઓર્ગેનાઈઝેશનના પે-રોલ પર મૂકવો પડે છે. એચ-વનબી પિટિશનિંગ ચુકાદાના હેતુઓ માટે માન્ય ‘રોજગારદાતા-કામદાર વચ્ચેના સંબંધો’ છે કે નહિ, તે ધ્યાનમાં લેતાં જો રોજગારદાતા ભાવિ એચ-વનબી કામદાર પર ‘અંકુશ’નું પૂરતું પ્રમાણ જાળવે તો યુએસસીઆઇએસે ચોક્કસપણે નિર્ણય કરવો જોઈએ.
આ રીતે, ભાવિ એચ-વનબી પિટિશનર ઓર્ગેનાઇઝેશને એ સ્થાપિત કરવું જોઈએ કે તેની પાસે ક્યારે, ક્યાં, કેવી રીતે ભાવિ એચ-વનબી નોનઇમિગ્રન્ટ લાભાર્થી પર અંકુશ મેળવવાનો હક હોય છે.
એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા પ્રોસેસ અથવા એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા ઓપ્શન વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો વેબસાઇટઃ રૂરૂરૂ.રુજ્ઞ્સ્ર્઱્ીસ્ર્ફૂશ્વરુફૂ.ણૂૃં,
ઈ-મેઇલ જ્ઞ્ઁશ્ંક્રુજ્ઞ્સ્ર્઱્ીસ્ર્ફૂશ્વરુફૂ.ણૂૃં પર સંપર્ક કરી શકો છો અથવા 201-670-0006 (107) પર ફોન કરી શકો છો.