એચસીજી કેન્સર કેર દ્વારા કેન્સર સામે લડતા દર્દીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ

પિન્ક હોપ કેન્સર પેશન્ટ સપોર્ટ ગ્રુપ અને એચસીજી કેન્સર કેરના સહયોગથી ‘સેલ્ફ વી’ – ધ સર્વાઇવર સ્ટોરીઝની ચોથી એડિશનની શરૂઆત કરવામાં આવી છે. તસવીરમાં (ડાબેથી) ડો. આશિષ કૌશલ, ડો. કિંજલ જાની, ડો. સમીર બાથામ, ડો. કૌસ્તુભ પટેલ નજરે પડે છે. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

અમદાવાદઃ પિન્ક હોપ કેન્સર પેશન્ટ સપોર્ટ ગ્રુપ અને એચસીજી કેન્સર કેરના સહયોગથી ‘સેલ્ફ વી’ – ધ સર્વાઇવર સ્ટોરીઝની ચોથી એડિશનની શરૂઆત કરવામાં આવી છે, જે છેલ્લાં ત્રણ વર્ષથી કેન્સરને માત આપનારા દર્દીઓની જીત અને જુસ્સાની ઉજવણી કરે છે. આ પહેલમાં દર વર્ષે નવી થીમ લાવવામાં આવે છે. આ વર્ષની થીમ સેલિબ્રેટિંગ લાઇફ છે, જેમાં જીવનસંબંધિત ઉજવણીનાં અનેક પાસાંનો સમાવેશ થયો છે.

‘સેલ્ફ વી’ – સર્વાઇવર સ્ટોરીઝ અનોખો – એકમાત્ર મંચ છે જે કેન્સરને માત આપનારા દર્દીઓને ઉજવણીની તક આપે છે. આ કેમ્પેનમાં જોડાવા માટે કેન્સરને પરાજિત કરનારા દર્દીઓએ 60-90 સેકન્ડનો પોતાનો વિડિયો બનાવવાનો છે જેને અપલોડ કરવાથી કેન્સર સામે લડી રહેલા અનેક દર્દીઓ માટે આદર્શ પ્રોત્સાહન બની શકે છે. અપલોડ કરેલા બધા વિડિયો એક્સટર્નલ જ્યુરી નિહાળશે અને તેમાંથી શ્રેષ્ઠ વિડિયો ‘સેલ્ફ વી’ ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા જાહેર થશે. કેન્સર સામે જીત મેળવનારાં ઉર્વી સબનીસે કહ્યું કે સેલ્ફ-વી કેન્સરને માત આપનારા લોકો માટે આશાનું નવું કિરણ છે.

સેલ્ફ સર્વાઇવર સ્ટોરીઝના સપોર્ટ મેમ્બર ડો. ભરત ગઢવી અને ડો. કૌસ્તુભ પટેલે કહ્યું હતું કે સમાજમાં કેન્સર વિશેની ઘણી બધી ગેરસમજો છે તે દૂર કરવી જોઈએ. કેન્સર સામેના સંઘર્ષ-જીતની વાતો કરવા સેલ્ફ-વી પ્લેટફોર્મ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here