એક સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેળવનાર ભારતની એકમાત્ર ખેલાડી ખુશી પટેલ

 

અમદાવાદઃ અમદાવાદની ખુશી પટેલે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને માત્ર પરિવાર જ નહીં પરંતુ અમદાવાદ અને રાજ્યનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. રમતગમત ક્ષેત્રે એક કરતાં વધારે ગોલ્ડ મેડલ અને અલગ-અલગ પૂરસ્કાર બદલ આ સન્માન ખુશી પટેલને આપવામાં આવ્યું છે. દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પૂરસ્કાર પાંચ વર્ષેથી લઈ ૧૮ વર્ષના બાળકોને અલગ-અલગ ક્ષેત્રોમાં મેળવેલ સિદ્ધિના આધારે આપવામાં આવતો હોય છે. ખુશીને સ્કેટિંગ ક્ષેત્રમાં પારંગતતા બદલ એવોર્ડ માટે જાહેરાત થઈ છે, જે તેમને આગામી દિવસોમાં એનાયત કરવામાં આવશે. 

ખુશીએ ૪ વર્ષની ઉંમરે સ્કેટીંગની શરૂઆત કરી હતી. નાની ઉંમરમાં અને ટૂંકા સમયગાળા દરમિયાન અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને મેડલ્સ જીત્યા છે. જેમાં સૌથી મહત્ત્વની અને યાદગાર સિદ્ધિ વર્ષ ૨૦૧૬માં ચીનમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ચીનમાં ફિગર સ્કેટિંગ, આર્ટિસ્ટ સ્કેટિંગ અને કમ્બાઇન સેટિંગમાં ખુશીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જે તેની સૌથી મોટી સિદ્ધિ છે. 

ખુશી પટેલે રાજ્ય કક્ષાએ ૨૫ ગોલ્ડ અને ૪ સિલ્વર મેડલ, રાષ્ટ્રીય કક્ષાએ ૭ ગોલ્ડ મેડલ અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે ખુશીએ ત્રણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. તેણીની આ નાની કારકિર્દી દરમિયાન બે વાર ગંભીર બીજાનો પણ સામનો કરવો પડ્યો હતો. ચેટિંગ દરમિયાન તેને પગમાં અને હાથના અંગુઠામાં પ્રેશર પણ થયું હતું જોકે તેને હાર માન્યા વિના તેનું ધ્યાન કેનિ્દ્રત રાખ્યું અને આજે તેને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ખુશી ભારતની પહેલી સ્કેટિંગ રમતવીર છે કે જેને એક સાથે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here