એક સાથે સૈન્ય -અભ્યાસ કરશે ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા

0
971

ભારતના રક્ષા મંત્ર્યાલયના જણાવ્યા અનુસાર, ઉરાલ પર્વતીય ક્ષેત્રમાં શાંઘાઈ સહયોગ સંગઠન ( એસસીઓ)ના માર્ગદર્શન અને રૂપરેખા હેઠળ સંગઠનના  બધા દેશોના સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે. ભારત, પાકિસ્તાન , ચીન અને રશિયા આ યુધ્ધ- અભ્યાસમાં ભાગ લેશે. આ અભ્યાસ રશિયાના ઉરાલ પર્વતીય ક્ષેત્રમાં કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીની પરિસ્થિતિ હોવા છતાં આગામી સપ્ટેમ્બર મહિનામાં બન્ને દેશોના સૈન્ય સાથે મળીને અભ્યાસ કરશે. આતંકવાદીઓની ગતિવિધિઓ પર અંકુશ મૂકવાના ઉદે્શથી યોજાનારા આ અભ્યાસમાં ચીન સહિત અન્ય દેશો પણ ભાગ લેશે. સૈન્ય અભ્યાસના આ કાર્યક્રમમાં ચીનના સહયોગને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. દેશની આઝાદી પછી આ પહેલો  પ્રસંગ છે કે જયારે ભારત અને પાકિસ્તાન સાથે મળીને અભ્યાસ કરશે. ડોકલામ સીમા વિવાદ બાદ પરસ્પર તણાવ અને રોષની સ્થિતિને હળવી કરવા માટે ભારત અને ચીને પણ અનેક રીતે પ્રયાસો કર્યા હતા. તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન આ માટે માર્ગ ખુલ્લો થયો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મોદીની બિન ઔપચારિક શિખર મંત્રણા દરમિયાન બન્ને નેતાઓએ બન્ને દેશની સેના વચ્ચે પરસ્પર સંચાર, સંવાદ અને આદાન પ્રદાન મજબૂત કરવાનાં પગલા લેવા માટે સહમતિ દર્શાવી હતી. રક્ષા મંત્ર્યાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાંતિ મિશન તરીકે યોજાનારા આ સૈન્ય અભ્યાસનો મુખ્ય હેતુ  એ છે કે એસસીઓના આઠ સભ્ય દેશો આતંકવાદને ખતમ કરવા એકમેકસાથે સહયોગઅને સંવાદનો સેતુ ઊભો કરે . ભારતના સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે આ અભ્યાસ માટે સંમતિ આપી હતી. તેઓએ એસસીઓના સભ્ય દેશોના સંરક્ષણપ્રધાનોની બેઠકમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here