એક સદી કરતાંય વધુ જૂની અને પ્રતિષ્ઠિત પંજાબ નેશનલ બેન્કના ગૌરવને કલંકિત કર્યું નીરવ મોદીએ!

0
1128
The logo of Punjab National Bank is seen outside of a branch of the bank in the City of London financial district in London September 4, 2017. REUTERS/Toby Melville/Files

પંજાબ નેશનલ બેન્કની સ્થાપનાનો ઈતિહાસ 100 વરસથીય વધુ સમયનો છે. ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપતરાયે આ બેન્કમાં પોતાનું  સૌપ્રથમ એકાઉન્ટ ખોલાવ્યું હતું. 1894માં સ્વદેશી આંદોલનના આગેવાન નેતાઓએ આ બેન્કની સ્થાપના કરી હતી. આ બેન્કની સ્થાપના કરનારા મહાનુભાવોમા્ં સરદાર  દયાલસિંહ મજીઠિયા, લાલા હરકિશન લાલ, લાલા ઢોલનદાસ વગેરેનો સમાવેશ થાય૟છે. 12 એપ્રિલ 1895માં આ બેન્કની પહેલી શાખા લાહોરના આર્યસમાજ મંદિરમાં શરૂ કરવામાં આવી હતી. આ બેન્કના સૌપ્રથમ મેનેજર લાલા લજપતરાયના ભાઈ હતા. પોતાની સ્થાપનાના પાંચ વરસોમાં બેન્કનો સિંધ  તેમજ નોથૅ વેસ્ટ ફ્રંટિયર પ્રોવિન્સમાં એ વિસ્તરી હતી. પંજાબ નેશનલ બેન્ક એ ભારતની સૌપ્રથમ સ્વદેશી બેન્ક હતી. સમયની સાથે સાથેે દેશના બીજા રાજ્યોમાં પણ બેન્કની શાખાઓ શરૂ કરવામાં આવી હતી. બર્મા દેશમાં પણ પંજાબ નેશનલ બેન્કની શાખા હતી. 1943માં આ બેન્કનો વહીવટ લાલા યોદ્ધરાજના હસ્તક આવ્યો હતો. આ સમય ભારત માટે અતિ કપરો કાળ હતો.

1945માં બીજું વિશ્વ યુધ્ધ સમાપ્ત થયું હતું. 1947માં ભારત- પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા. તે સમયે અતિ સાવધાની સાથે આ બેન્કનું નાણાં- ફંડ દિલ્હી લાવવામાં આવ્યું હતું.દેશના ભાગલા સમયે પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવેલા લોકો માટે આ બેન્કે ખૂબ સહાય કરી હતી. ઘરબાર વિનાના લોકોને પોતાના નવા ધંધા- રોજગાર શરૂ કરવામાટે બેન્કે ખૂબ સહાય કરી હતી.

આ઼જે બેન્કના ઈતિહાસમાં સૌથી મોટા અને કલંકિત ગોટાળામાં આ બેન્કનું નામ બદનામ થયું છે. સ્વદેશીઓનું ગૌરવ ગણાતી આ પંજાબ નેશનલ બેન્ક એક લાલચુ અને ભ્રષ્ટાચારી બિઝનેસમેનના કરતૂતનો ભોગ બની છે. સમય બડા બલવાન હૈ, નહિ મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂટિયો, વહી ધનૂષ .. વહી બાણ ….!