એક વર્ષમાં બધા ટોલ હટાવી લેવાશે, હાઈવે પર લાગશે ટ્રેકરઃ નીતિન ગડકરી

 

નવી દિલ્હીં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં ભારે મોટી જાહેરાત કરી છે. ગડકરીએ જણાવ્યું કે, સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની યોજના પર કામ કરી રહી છે. આગામી સમયમાં ટેક્નોલોજીની મદદથી લોકોએ તેઓ જેટલા રસ્તાનો ઉપયોગ કરે તેટલો જ ટોલ ચુકવવો પડશે. હકીકતે અમરોહાના બીએસપી સાંસદ કુંવર દાનિશ અલીએ ગઢ મુક્તેશ્વર પાસેના રસ્તા પર નગર નિગમની સરહદમાં ટોલ પ્લાઝા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે, પાછલી સરકારે સડક પરિયોજનાના કોન્ટ્રાક્ટમાં વધુ મલાઈ ઉમેરવા નગરની સરહદે અનેક ટોલ પ્લાઝા બનાવ્યા જે નિશ્ચિતરૂપે ખોટું છે અને અન્યાયી છે. હવે જો તે ટોલ પ્લાઝા કાઢવા જઈએ તો રસ્તો બનાવનારી કંપની વળતર માંગશે. પરંતુ સરકારે આગામી એક વર્ષમાં દેશના તમામ ટોલ પ્લાઝાનો અંત લાવવાની યોજના બનાવી છે