એક તીરથી બે નિશાનઃ ભારત તાઇવાન સાથે વેપાર સંધિ કરવાની તૈયારીમાં, ચીનને ફટકો

 

નવી દિલ્હીઃ ચીન સાથે ભારત હવે કોઇપણ ઘડીએ યુદ્ધ કરી શકે એમ છે. છેલ્લા જૂન મહિનાથી ચીને ભારત સાથે સરહદ પર વિવાદ છેડ્યો છે. ચીન પાછલા દાયકાઓની જેમ ભારતમાં ઘૂસણખોરી કરવા ઇચ્છે છે. અને સતત બે દેશોના સૈન્ય વડા, સંરક્ષણ મંત્રીઓ સાથે શાંતિ મંત્રણાઓ પછી પણ સરહદ પરથી હટવા તૈયાર નથી. ચીન શાંતિ મંત્રણાઓ પછી પણ સરહદ પર સૈન્યબળ વધારી રહ્યુ છે. 

ચીને શિયાળામાં પણ સરહદ પરથી હટવાનો ઇન્કાર કર્યો છે. આપને જણાવી દઇએ કે શિયાળામાં ભારતની ઉત્તરીય સરહદ પર તાપમાન માઇનસમાં હોય છે. છતાં ભારતે આ વખતે ચીનને જડબાતોડ પ્રતિસાદ આપવાની તૈયારી દાખવી છે. ભારતે પોતાની વાયુસેનામાં રાફેલ જેવા ફાઇટર પ્લેન સામેલ કર્યા છે. આટલું જ નહીં પોતાની જળ સેનાને પણ ચીન સાથે કોઇપણ ક્ષણે યુદ્ધ માટે તૈયાર કરી છે. ચીને પાકિસ્તાન અને નેપાળને પણ ભારત વિરુદ્ધ ભડકાવ્યા છે. 

મ્યાનમારમાં ભારત તરફની પશ્ચિમી સરહદનો હિસ્સો કબજે કર્યો છે. ભારતે પણ ચીને શાંતિ મંત્રણાઓ પર મચક ન આપતા ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. ભારત ઘણા ઉત્પાદનો માટે વર્ષોથી ચીન પર આધાર રાખે છે, અથવા તો એમ કહીએ કે ચીન પોતાની નિકાસ માટે મોટા પ્રમાણમાં ભારત પર નિર્ભર છે. આનો જ ફાયદો મોદી સરકારે ઉંચક્યો છે. અનેBoycottChina ઝુંબેશ ચલાવી છે. ભારત સરકારે ચાલુ વર્ષમાં ચીનની ટીક ટોક સહિત ૧૭૦થી વધારે એપ બેન કરી, જેનાથી ચીનને ભારે નુકસાન થયુ છે. આ સિવાય BSNL અને ભારતીચ રેલ્વેએ ચીન સાથેના કરાર રદ કર્યા છે. વડા પ્રધાન મોદીએ કોરોનાને એક તક ગણાવી દેશવાસીઓને આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપ્યું છે. લોકોએ પણ BoycottChina ઝુંબેશને ગંભીરતાથી લીધી છે. પણ પ્રશ્ન એ છે કે ભારતમાં તાત્કાલિક ધોરણે ચીની વસ્તુઓનો દેશી વિકલ્પ નથી. એટલે હવે ભારતે તાઇવાન સાથે વેપાર કરાર કરવાનું વિયાર્યુ છે. તાઇવાન વર્ષોથી ભારત સાથે વેપાર સંધિ કરવા માંગતુ હતું, પણ ભારત ચીન સાથે વણજોઇતી દુશ્મની વહોરવા માંગતુ નહોતું. પણ હવે ભારત તાઇવાને લંબાવેલો વેપાર સંધિનો હાથ પકડી શકે છે. તાઇવાન સાથે વેપર સંધિ કરવાથી ભારતમાં ઇલેકટ્રોનિક અને ટેક્નોલોજી ક્ષેત્રે મોટા પ્રમાણમાં FDI- વિદેશી રોકાણ વધી શકે છે.