એક તરફ ગુપકારની ટીકાઃ બીજી બાજુ સહયોગ, કારગિલમાં ભાજપ એન.સી. સાથે સત્તા ભોગવે છે

 

નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરની પિપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડેક્લેરેશન (ટૂંકમાં ગુપકાર ગેંગ) વિદેશી સત્તાઓ અને સંસ્થઆઓ પાસેથી નાણાં મેળવીને દેશવિરોધી પ્રવૃત્તિ કરે છે ઐવો આક્ષેપ કેન્દ્ર સરકાર કરી રહી હતી. તો બીજી બાજુ કેન્દ્ર સરકારનો મુખ્ય ઘટક પક્ષ ભાજપ લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, કારગિલમાં ફારુખ અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સ પક્ષ સાથે સહિયારી સત્તા ભોગવી રહ્યો હતો. આમ ભાજપ બેવડાં ધોરણ અપનાવી રહ્યો હતો. ગુપકાર ગેંગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતી હોય તો કારગિલમાં એની સાથે ભાજપ સત્તા શા માટે ભોગવી રહ્યો છે ઐવો સવાલ પોલિટિકલ સર્કલ્સમાં પૂછાઇ રહ્યો હતો. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડોક્ટર ફારુખ અબ્દુલ્લા ગુપકાર ગેંગના પણ વડા છે. કારગિલમાં ચૂંટાયેલા ૨૬ સભ્યોમાં સૌથી વધુ એટલે કે ૧૦ નેશનલ કોન્ફરન્સના, આઠ કોંગ્રેસના અને ત્રણ ભાજપના છે. ચાર સભ્યો નોમિનેટ થાય છે. આમ દિલ્હીમાં બેઠેલી ભાજપ સરકાર એક તરફ ગુપકાર ગેંગને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં રાચતી ગેંગ ગણાવે છે અને બીજી બાજુ ભાજપના સભ્યો કારગિલમાં નેશનલ કોન્ફરન્સ તથા કોંગ્રેસ સાથે સત્તા ભોગવે છે.

હિલ કાઉન્સિલના ચેરમેન- કમ ચીફ એક્ઝિક્યુટીવ નેશનલ કોન્ફરન્સના ફિરોઝ ખાન છે. ચાર અન્ય એક્ઝિક્યુટિવ કાઉન્સિલર્સમાં ભાજપના મુહમ્મદ અલી ચંદનનો પણ સમાવેશ થાય છે. નેશનલ કોન્ફરન્સ અને ભાજપે ૨૦૧૮માં સાથે મળીને હિલ કાઉન્સિલની ચૂંટણી લડી હતી