

હાલમાં અત્ર તત્ર સર્વત્ર ચૂંટણીના પ્રચારનો માહોલ ગાજી રહ્યો છે. આખા દેશમાં – વાતાવરણમાં પ્રચારના ઢોલ વાગી રહયાછે. 11મી એપ્રિલે ચૂંટણીના પહેલા તબક્કાનો આરંભ થશે. સહુ પોતપોતાની પાર્ટીના ઉમદવાર માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે. હાલમાં જ એક ખાનગી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતીકે, એમના એનડીએને લોકસભામાં પૂરેપૂરી બહુમતી મળશે. તેમને 300 થી વધુ બેઠકો મળશે.
મુલાકાત દરમિયાન મોદીએ રાફેલ યુધ્ધ વિમાનનો સોદો, ચૂંટણી અભિયાન તેમજ મૈ ભી ચોકીદાર સહિત અનેક સવાલોના નિઃસંકોચ જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષોએ હવે 2024ની ચૂંઠણીની તૈયારી કરવી જોઈએ, કારણ કે 2019ની ચૂંટણીમાં કોને જીત અપાવવી એ મતદારોએ મંનોંમન નક્કીકરી જ લીધું ચે. લોકો ખુદ નિર્ણય લેશે કે એવા લોકોના હાથમાં દેશની સત્તા ના જવી જોઈએ. પ્રજાએ પોતાનું મન બનાવી લીધું છે.