એકતા કપૂર પુનઃ બનાવશે કસૌટી જિંદગી કી – નવા કલાકારો  સાથે , નવીન રજૂઆત

0
1129

એકતા કપૂર ભારતના દૂરદશર્ન અને કેબલ પર રજૂ થતી હિન્દી સિરિયલોના નિર્માણની દુનિયામાં બહુ માન અને આદર સાથે લેવાતું નામ છે. એકતા કપૂરે હિન્દી ટીવી સિરિયલોના ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન કર્યું છે… હિન્દી સિરિયલો બનાવવા કોઈ તૈયાર નહોતું થતું , સિરિયલોના નિર્માણ પાછળ  નાણાં રોકવા એ નુકસાનીનો ધંધો ગણાતું હતું ત્યારે એકતાએ એકસાથે સંખ્યાબંધ હિન્દી સિરિયલોનું નિર્માણ કરીને કેબલ ટીવીને ધબકતું કરી દીધું હતું. સોની, જી. સ્ટાર, સબ – દરેકે દરેક કેબલ ચેનલ પર એકતાની  સિરિયલો એક પછી એક રજૂ થતી હતી, લોકપ્રિયતા હાંસલ કરતી હતી અને અઢળક ટીઆરપી મેળવીને અવ્વલ નંબરે વિરાજતી હતી. સાસ ભી કભી બહુ થી , કહાની ઘર ઘર કી, કસૌટી જિંદગી કી, કુસુમ .. જેવી સિરિયલોએ ભારતના પ્રેક્ષકોના મન પર વશીકરણ઴ કર્યું હતું. સ્મૃતિ, ઈરાની , સાક્ષી તનવાર, શ્વેતા તિવારી, રોનિત રોય અને બીજા અનેક કલાકારોને આ સિરિયલોએ સેલિબ્રિટી બનાવી દીધાં હતા.

આ બધી સિરિયલોમાં એકતના હૃદયની વધુ નજીક છેૃ કસૌટી જિંદગી કી.. પોતાના પ્રેમસંબંધની વાત સંબંધો દરમિયાન સહન કરેલી પીડ- વ્યથાના અનુભવોની વાત આ સિરિયલમાં એકતાએ કરી હતી. સિરિયલનો કોનસેપ્ટ, એનું લેખન , એના પાત્રોનું સર્જન – બધું  જ એકતાની કલ્પનાની નીપજ હતું. હવે એકતા ફરીવાર આ સિરિયલને પુનઃ  રજૂ કરવાની તૈયારી કરી રહી છે. હવે એ આ વાર્તાને નવા કલેવર સાથે કઈ રીતે આગળ ધપાવે છે એ જોવું અતિ રસપ્રદ બની રહેવાનું …