ઍલજી મનોજ સિંહાને હટાવવા કાશ્મીરી પંડિતોની અપીલ

 

શ્રીનગરઃ પુલવામામાં કાશ્મીરી પંડિતોની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ગુસ્સે ભરાયેલા લોકોઍ રાજ્યપાલ મનોજ સિંહાના રાજીનામાની માંગ કરી છે. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા લોકોઍ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાસે માંગ કરી છે કે કાશ્મીરી પંડિતોની સુરક્ષા સુનિડ્ઢિત કરવામાં આવે. કાશ્મીરી પંડિતોઍ જણાવ્યું હતું કે આતંકવાદી આંતરે દિવસે લોકોને મારી રહ્ના છે. કાશ્મીરી પંડિતોઍ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તત્કાળ આકરા પગલાં માટે આદેશ આપે. કાશ્મીરી પંડિતોને ખતમ કરતા આતંકવાદીઓને ખતમ કરવામાં આવે. કાશ્મીર ખીણમાં પંડિતો ઉપરાંત અન્ય લઘુમતી સમાજ પણ આતંકવાદીઓના ભયનો સામનો કરી રહ્ના છે. તેમણે પણ આતંકવાદીઓના હાથે મોતનો ભોગ થવું પડે છે. આ લોકોઍ અપીલ કરી છે કે કેન્દ્ર સરકારે આ મામલે કોઈપણ પ્રયોગ બંધ કરવો જોઈઍ. અહીંયા લોકો મરી રહ્ના છે અને આવી સ્થિતિ લાંબો સમય ચાલી શકવાની નથી. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિઍ જણાવ્યું હતું કે તેમના માટે સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. કાશ્મીરી પંડિતોની આજીવિકા અને જીવન ભયમાં મૂકાયું છે. હિંદુ અહીં ડરના વાતાવરણમાં જીવી રહ્ના છે. આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછી પણ કોઈ સુધારો થયો નથી.