ઍપીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની ધરપકડ કરવા  હોંગ કોંગ સરકારને વિનંતી કરતું ભારતનું મંત્ર્યાલય

0
1017

ભારતના વિદેશખાતાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે નીરવ મોદીની ધરપકડ કરવા હોંગકોંગ સરકારને વિનંતી કરી છે. એની ધરપકડ કરાઈ કે નહિ એ અંગે અમારી પાસે કોઈ જ માહિતી નથી. ગત 23માર્ચના ભારત સરકાર દ્વારા નીરવ મોદીની ધરપકડ કરવા બાબત ખાસ વિનંતી કરવામાં આવી હતીા. એ અંગે ચીને પણ એ પ્રકારનો જવાબ આપ્યો હતો કે, નીરવ મોદીની ધરપકડ કરવી કે નહિ એ નિર્ણય હોગકોંગની સરકારે લેવાનો છે. આ વરસના જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં પંજાબ નેશનલ બેન્ક સાથે 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનારા ઝવેરાતના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશ છોડીને  વિદેશ ભાગી ગયા હતા. વિદેશ મંત્ર્યાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, દેશમાંથી ભાગી છૂટેલા ભાગેડુ અપરાધીઓને પકડીને સંબંધિત દેશને તેમની સોંપણી કરવા બાબત હોંગકોંગ- ભારત વચ્ચે સમજૂતી- કરાર થયેલા છે. અમને હજી સુધી હોગકોંગની સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. અમે તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. નીરવ મોદીની ધરપકડ અંગે અમને હોંગકોંગના વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા કશી જ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. પંજાબ નેશનલ બેન્ક સાથે 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલાને ઘટસ્ફોટ થયા બાદ સીબીઆઈ દ્વારા મેહુલ ચોકસી અને નીરવ મોદી સામે કેસ દાખલ કર્યો હતો. વિદેશખાતાએ તેમના પાસપોર્ટ રદ કર્યા હતા. ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ – ઈડીએ નીરવ અને મેહુલ ચોકસીનાી ઓફિસ, સ્ટોર , રહેઠાણો અને અન્ય સ્થાવર મિલકતો સહિત કુલ 251 સ્થળ પર દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં નીરવ મોદીની આસરે 7,638 કરોડ રૂપિયાની મિલકતો સરકારે હસ્તગત કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here