ઍજ્યુકેશન સિસ્ટમ સ્માર્ટ બની રહી છેઃ વડાપ્રદાન નરેન્દ્ર મોદી

 

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ ગાંધીનગરથી મિશન સ્કૂલ ઓફ ઍક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પ્રદાનમંત્રી મોદી સ્કૂલમાં બાળકો સાથે ક્લાસરૂમ બેંચ પર બેસી બાળકો સાથે ચર્ચા કરી હતી. મિશન સ્કૂલ ઓફ ઍક્સેલન્સના અંગે વડાપ્રધાન મોદીઍ કહ્નાં કે, ‘હું ગુજરાતના તમામ લોકોને, તમામ શિક્ષકોને અને તમામ યુવા સાથીઓને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. હવે ઍજ્યુકેશન સિસ્ટમ સ્માર્ટ બની રહી છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરી છે.’ વડાપ્રધાને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે કહ્નાં કે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. બે દાયકામાં ગુજરાતમાં ૧.૨૫ લાખથી વધુ નવા વર્ગખંડો બનાવવામાં આવ્યા છે, બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. ૨૦ વર્ષ પહેલા ૧૦૦માંથી ૨૦ બાળકો જ શાળાઍ જતા ન હતા. ઍટલે કે, પાંચમો ભાગ શિક્ષણથી વંચિત રહેતો. શાળાઍ ગયેલા ઘણા બાળકોઍ આઠમા ધોરણમાં પહોંચતાની સાથે જ શાળા છોડી દેતા હતા. દીકરીઓની હાલત ખરાબ હતી ઍ પણ કમનસીબી હતી.’ હું મુખ્યપ્રધાન હતો ત્યારે ગામડે ગામડે ગયો અને તમામ લોકોને વિનંતી કરી કે તેઓ તેમની દીકરીઓને શાળાઍ મોકલે. પરિણામ ઍ આવ્યું કે આજે ગુજરાતમાં લગભગ દરેક પુત્ર-પુત્રી શાળાઍ જવા લાગ્યા છે. શાળા પછી તેમણે કોલેજ પણ જવાનું શરૂ કર્યું છે. વિકસિત ભારત માટે આ ઍક વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં ઍક સીમાચિહ્ન સાબિત થવા જઈ રહ્નાં છે. આપણે ઈન્ટરનેટની સેવાઓનો ઉપયોગ કર્યો છે. હવે ૫ઞ્ દેશમાં મોટું પરિવર્તન લાવવા જઈ રહ્નાં છે. આજે ૫ઞ્ સ્માર્ટ સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, સ્માર્ટ ટીચિંગથી આગળ વધીને આપણી ઍજ્યુકેશન સિસ્ટમને આગલા સ્તર પર લઈ જશે. હવે શાળાઓમાં પણ વર્ચ્યુઅલ રિયાલિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સની શક્તિનો અનુભવ થઈ શકશે. ૪જી સાયકલ છે, તો 5Gઍ ઍરપ્લેન છે.