ઋતિક રોશનની નવી ફિલ્મ આવી રહી છે..

0
768

ઋતિક રોશન પ્રતિભાશીલ કલાકાર છે. સોહામણું  વ્યકિતત્વ અને અપાર અભિનયક્ષમતા ધરાવતા આ અભિનેતા પોતાની ભૂમિકાને આત્મસાત કરીને રજૂ કરે છે. ઋતિક બહોળો ચાહકવર્ગ ધરાવે છે. હાલમાં તે બિહારના નિષ્ઠાવાન કર્મશીલ ગણિતશાસ્ત્રી આનંદકુમારની બાયોપિકમાં ભૂમિકા ભજવી રહ્યો છે. આનંદકુમારના વ્યકિતત્વની ઝીણામાં ઝીણી વિગતને જાણી, સમજી અને પોતાના અભિનયમાં એને ઢાળવા એ તન અને મનથી મહેનત કરી રહ્યો છે. આનંદકુમારના જીવન પર આધારિત આ ફિલ્મનું નામ છેૃ સુપર- 30. ઋતિક રોશનના ચાહકો સુપર-30ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે