મહેસાણાઃ મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને ઊંઝા લઈ જવાતા તેમના નિવાસસ્થાન પર લોકોની ભીડ ઉમટી પડી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, ડો. આશા બહેન પટેલ જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી હતી. સ્વ.આશા બહેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી હતી. આરોગ્યમત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત સોમાભાઈ પટેલ, નારણભાઈ પટેલ, રજની પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ સહિતના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.