ઉ્તરપ્રદેશ સહિત દેશના કુલ 7 રાજ્યોમાં  વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉથી જ ભાજપની કમાન સંભાળી લીધી છે.

.

     આગામી 2022ની મધ્યમાં દેશના કુલ 7 જેટલા રાજયોમાં  વિધાનસભાની ચૂંટણીઓ યોજડાવાની છે. એમાંના 6 રાજ્યોમાં હાલમાં તો ભાજપની સરકાર છે. આથી ભાજપના અગ્રણીઓ હવે સાબદા થયા છે. એવી કોઈ પણ ભૂલ નાથાય કે જેને કારણે રાજ્યનું સુકાન હાથમાંથી સરી જાય. આથી પ્રચાર અને લોક- સંપર્ક માટેની યોજના અત્યારથી જ હાથ ધરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આમ તો કડક હાથે વઙીવટ ચલાવવામાં કુશળ છે, આમ છતાં યુપીમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે બહુમતી ગુમાવી છે. સ્થાનિક જિલ્લા – પંચાયતની ચૂંટણીઓમાં ભાજપે સમાજવાદી પક્ષ સામે પરાજય મેળવ્યો હતો. આથી ઉત્તરપ્રદેશની ચૂંટણી ભાજપ માટે ખરાખરીનો ખેલ છે. યુપીમાં જે પક્ષની સરકાર હોય તે જ પક્ષ કેન્દ્રમાં સરકાર રચી શકતો હોય છે. ભાજપને કોઈ પણ ભોગે યુપી ગુમાવવાનું પોસાય એમ નથી. વડાપ્રધાન 

  નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના વડા- પ્રમુખ જે. પી. નડ્ડા સહિતના આગેવાનો એ વાતથી  સારી પેઠે પરિચિત છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદીએ પક્ષના કાર્યકરોને સમાજના તમામ વર્ગોના લોકોનો સંપર્ક કરવાનું ફરમાન કર્યું છે. 

     ઉત્તરાખંડ, ગોવા, યુપી, પંજાબ, મણિપુરની ચૂંટણી અંગે વ્યૂહ રચના કરવાના ઈરાદાથી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ એક બેઠક બોલાવવાનું આયોજન કર્યું છે. કોરોના કાળ દરમિયાન કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા જનહિતના કાર્યોની વાત લોકો સુધી ઘેર ઘેર ફરીને પહોંચાડવાનો આદેશ કરાયો છે. લોકોનો સંપર્ક કઈ રીતો કરવો, તેમની સાથે કયા કયા મુદા્ઓની ચર્ચા કરવીી, ભાજપની સરકારે બજાવેલી મહત્વની કામગીરી અને નિર્ણયોથી તેમને કેવી રીતે વાકેફ કરવા વગેરે  બાબતો માટે કાર્યકરોને માર્ગદશર્ન આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળ સહિત ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ લઈને ભાજપે આગળ વધવાનું છે. આ વાત તમામ નાના મોટા નેતા  તેમજ કાર્યકરોને કહેવામા આવી રહી છે. પક્ષના મહાસચિવે કાર્યકરોને સંબોધતાંં જણાવ્યું હતું કે, જૂની ભૂલોમાંથી બોધપાઠ લઈને આગામી રણનીતિ પર આપણે કામ કરવાનું છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ભાજપ મોટાપાયે ચૂંટણીવાળા રાજ્યોમાં વર્ચ્યુઅલ સભાઓનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છે.