ઉમાશંકર જોશીની જન્મજયંતીએ ‘સર્વત્ર ઉમાશંકર’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદમાં જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક ઉમાશંકર જોશીની જન્મજયંતીએ ‘સર્વત્ર ઉમાશંકર’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા કવિ ભાગ્યેશ જહાએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. ઉમાશંકર જોશીની પદ્યસૃષ્ટિ વિશે સાહિત્યકાર મણિલાલ હ. પટેલે અને ઉમાશંકર જોશીના સાહિત્યમાં ગ્રામ્ય દર્શન વિશે સાહિત્યકાર ડો. અજયસિંહ ચૌહાણે વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં જાણીતા ગાયક વિપુલ આચાર્યે ઉમાશંકરના જાણીતા કાવ્યો ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’,’મારું જીવન,એજ મારી વાણી’ અને ‘મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત.’ની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં

અજયસિંહ ચૌહાણ
વાચકને વેદનાની ચીસ રહે એવું ઉમાશંકરનું સાહિત્યસર્જન છે.
એમની વાર્તાઓમાં ગામડાના પ્રશ્નોનું બારીકાઈથી નિરૂપણ થયું છે.
સમાજવ્યવસ્થાને બદલવાના ક્રાંતિકારી પ્રગતિશીલ સર્જક એટલે ઉમાશંકર જોશી
મણિલાલ હ.પટેલ
ઉમાશંકર જોશીના કાવ્યોમાં ન કહીને ઘણું કહેવાનું હોય છે
ઉમાશંકર એમના કાવ્યોમાં શબ્દ વિનિયાસ થકી અર્થો લેવાની છૂટ આપે છે.
કવિતામાં ઉમાશંકર સુન્દરમની જેમ પ્રેમની વાત આક્રમક રીતે નથી કરતાં.
ભાગ્યેશ જહા
આપણી માતુભાષાનું ગૌરવ એટલે ઉમાશંકર જોશીનું જીવન-કવન
સમાજની સંવેદના નાજુક રીતે આલેખીને સર્જતાં સર્જક એટલે ઉમાશંક