ઉમરેઠમાં ઐતિહાસિક અષાઢી જોખાઈઃ ચોમાસુ પાક ઓછો શિયાળુ પાક સારો થવાનો વરતારો

 

આણંદઃ ઉમરેઠના ઐતિહાસિક ચંદ્ર મુળેશ્વર મહાદેવ મંદિરમાં શહેરના અગ્રણી દિલીપભાઈ સોની તથા મંદિરના પુજારી દ્વારા અષાઢી જોખવામાં આવી હતી, જયારે અષાઢીનો વર્તારો પંચ સમક્ષ મહાદેવના પૂજારી ગિરીશભાઈ દવેએ જાહેર કર્યો હતો. સંવત ૨૦૭૬ની સરખામણી સંવત ૨૦૭૭માં મગ એક રતી ઓછો, ડાંગર એક ઓછી, જુવાર ત્રણ રતી વધારે, ઘઉં પાંચ વધારે, તલ ૨૪ વધારે, અડદ બે વધારે, કપાસ એક વધારે, ચણા બે વધારે, બાજરી દોઢ વધારે તેમજ માટી અડધો રતી વધારેનો વર્તારો જોવા મળ્યો હતો. જેના કારણે આગામી વર્ષ પાક અને વરસાદની દ્રષ્ટિએ સારૂં રહેશેનું અનુમાન થઇ રહ્યું છે. 

ઉમરેઠ સહિત સૌરાષ્ટ્રના અનાજ અને તેલીબીયાના વેપારી તેમજ ખેડૂતો પણ અષાઢીનું વર્તારાની આતુરતાથી રાહ જોતા હોય છે. અષાઢી જોખાઈ તે સમયે પ્રફુલભાઈ (વકીલ), ધર્મશભાઈ શાહ, અજીતભાઈ દવે (વેપારી), ખેડૂત અગ્રણી જયંતીભાઈ પટેલ, તરૂણભાઈ ચાંગ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનિય છે કે સમગ્ર ભારતમાં અષાઢી કાશી અને ત્યારબાદ ઉમરેઠમાં તોલવામાં આવે છે, જેને કારણે સમગ્ર મધ્ય ગુજરાતમાં આ અષાઢીનું મહત્વ ખુબ રહેલું