ઉપવાસના 14મા દિવસે હાર્દિક પટેલની તબિયત લથડી – સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા …

0
882

ગુજરાતમાં પટેલ સમુદાય માટે અનામતની માગણી કરતા તેમજ ખેડૂતોનું દેવું માફ કરવાની માગ કરતા અનામત આંદોલનના અગ્રણી યુવા નેતા હાર્દિક પટેલ સરકાર પાસે  તેમની માગણીઓ મંજૂર કરાવવા માટે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. ઉપવાસના 14મા દિવસે તેમની તબિયત લથડતાં તેમને તાત્કાલિક અમદાવાદની સોલો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ચાલુ સારવાર દરમિયાન હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમના તમામ ટેસ્ટ રાબેતા મુજબ – નોર્મલ આવ્યા હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્દિકને શ્વાસલેવામાં તકલીફ પડતી હોવાને કારણે હોસ્પિટલમાં ખસલેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમે ટવીટ કરીને જણાવ્યું હતું કે, મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને કારણે મનેો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. મારી કીડનીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી ભાજપ સરકારે મારી માગણીઓ પૂરી કરવા તૈયારી બતાવી નથી.