ઉન્નાવ ગેન્ગરેપ કેસના આરોપી ભાજપના વિધાનસભ્ય કુલદીપ સેંંગરની સીબીઆઈએ ધરપકડ કરી ..

0
868

 

ઉન્નાવ ગેન્ગ રેપ કેસના આરોપી અને ઉત્તરપ્રદેશ વિધાનસભાના ભાજપના વિધાનસભ્ય કુલદીપ સેંગરને સીબીઆઈ દ્વારા ગિરફતાર કરવામાં આવ્યા હતા. સેન્ગરની ઘરપકડ અલ્હાબાદ  હાઈકોર્ટના ચુકાદા બાદ કરવામાં આવી હતી. સીબીઆઈના અધિકારીઓએ સેંગરને એમના ઈન્દિરાનગરના નિવાસસ્થાનેથી ગિરફતાર કર્યા હતા.તેમની સામે બળાત્કાર, હત્યા અને અપહરણના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. કુલદીપ સેંગરના ભાઈ અતુલસિંહ સેંગરની ધરપકડ આ અગાઉ જ થઈ ગઈ હતી. સીબીઆઈના સાત સભ્યોની કમિટીએ બળાત્કાર -પીડિતા, એના કાકા તેમજ પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી હતી.