ઉનાવ બળાત્કાર-કાંડઃ સીબીઆઈએ આરોપી ભાજપના વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કરી …

0
1043
Reuters

ઉત્તરપ્રદેશના અતિ ચર્ચિત ઉનાવ બળાત્કાર-કાંડના મુખ્ય આરોપી ભારતીય જનતા પક્ષના વિધાનસભ્ય કુલદીપ સિંહ સેંગર  વિરુધ્ધ સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. યુપીની યોગી આદિત્યનાથ સરકારે આ મામલામાં સીબીઆઈની તપાસ માટે ભલામણ કરી હતી.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી કુલદીપ સિંહ સેંગરે 4 જૂન. 2017ના દિવસે નોકરી આપવાનો વાયદો કરીને એને ઘરે બોલાવી હતી. હું જયારે એના ઘરે પહોંચી ત્યારે એ સીધો મને એના બેડરૂમમાં લઈ ગયો હતો. તેને એક માણસ રૂમની બહાર ચોકી કરતો ઊભો હતો. કુલદીપ સિંહે મારી સાથે દુષ્કર્મ કર્યું ત્યારે મેં બચાવ માટે બૂમો પાડી હતી, પણ કોઈ મારી મદદ કરવા આવ્યું નહોતું.

સીબીઆઈ દ્વારા તપાસ થઈ રહી હોવાથી યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.