ઉનાળો આકરો રહેશેઃ શેકાવા માટે તૈયાર રહેજોઃ હવામાન વિભાગ

 

પુણેઃ ફેબ્રુઆરીના મધ્યથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વખતનો ઉનાળો દેશના મોટા ભાગના વિસ્તારોમાં ધોમધખતો રહેવાનો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં માર્ચ-એપ્રિલમાં સામાન્ય કરતાં તાપમાન વધુ રહેવાની  ‘પ્રબળ શક્યતા’ છે. એપ્રિલમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મોટા ભાગના મહારાષ્ટ્રમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતાં ૧-૧.૫ ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહેશે. દક્ષિણ ભારત રાજ્યનો અને મહારાષ્ટ્ર માટે શિયાળાનો મહિનો હોવા છતાં ફેબ્રુઆરી થોડો ગરમ રહ્યો હતો. આગામી બે મહિનામાં ગરમીનો પારો ઊંચો ચડશે તેવી શક્યતા છે. 

માર્ચ-એપ્રિલનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં ૧-૧.૫ ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહી શકે છે. ખાસ કરીને મધ્ય ભારતમાં આ સ્થિતિ જોવા મળશે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દક્ષિણ ભારતના કર્ણાટક, આંધપ્રદેશ, તામિલનાડુ જેવાં રાજ્યોમાં સરેરાશ તાપમાન વધુ રહેશે. ગ્લોબલ વોર્મિંગથી થતી ગ્રીનહાઉસ ઉત્સર્જન સાથે સંકળાયેલું ગ્લોબલ વોર્મિંગનું વલણ વધુ ગરમી માટે જવાબદાર છે. એક અધિકારીએ કહ્યું, ‘હાલ તો હવામાનમાં અલ નીનો (તાપમાનને સામાન્ય કરતાં વધુ ગરમ બનાવે) જેવા આબોહવાનાં પરિબળોની હાજરી વર્તાતી નથી, ગયા વર્ષે જૂન મહિના સુધી અલ નીનો જેવી સ્થિતિ જોવા મળી હતી. જેની અસર આ વર્ષના ઉનાળા પર જોવા મળશેે. આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહેશેે. આ સંભાવનાને ભૂતકાળમાં થયેલા એક અભ્યાસનો ટેકો મળ્યો છે.’ ૨૦૧૨માં હવામાન વિભાગ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, માર્ચમાં તાપમાનની આવર્તન ઇને સ્થિરતા ૦.૫-૧ ડિગ્રીની આસપાસ રહેશેે. ઉત્તર-પશ્ચિમ ને મધ્યભારતના મોટા ભાગના વિસ્તારોમાં એપ્રિલમાં તાપમાન ઊંચું રહેવાની ઱્ંશક્યતા છે. હીટવેવના સંકેત અને એની અસર હેઠળ આવતા વિસ્તારો અથવા હીટવેવના આકરા દિવસો સરેરાશ દિવસો કરતાં વધુ હોય તો તેવાં વર્ષોને અલ નીનોનાં વર્ષો કહેવાય. ભારતનાં ૧૦૩ સ્થળની છેલ્લાં ૫૦ વર્ષની ઉનાળાની ઋતુની માહિતી એકત્ર કરી અભ્યાસ કરાયો છે. ૧૧ અલ નીનો ૧(અલ નીનોનું સફળ વર્ષ) વર્ષોમાંથી ૯ વર્ષ દરમિયાન ભારતભરના હીટવેવના દિવસો ક્લાઇમેટોલોજિકલ વેલ્યુ કરતાં વધારે હતા. ગયા ફેબ્રુઆરી-જૂન સુધી અલ નીનોની સ્થિતિ જોવા મળી હતી. જુલાઈમાં અલ નીનોની સ્થિતિ ચ્ફ્લ્બ્-ન્યુટ્રલ સ્થિતિમાં પરિવર્તિત થઈ ને આ જ સ્થિતિ રહી. હાલ પેસિફિક સમુદ્ર પર  ચ્ફ્લ્બ્-ન્યૂટ્રલ સ્થિતિ પ્રવર્તી રહી છે. અલ નીનો ને લા નીના અનુક્રમે ‘નાના છોકરા’ ને ‘નાની છોકરી’ માટે વપરાતા સ્પેનિશ ભાષાના શબ્દો છે.