ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને યુવાન ઉદ્યોગપતિ આનંદ પિરામલના લગ્ન ડિસેમ્બરમાં યોજાશે

0
1265

દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈશા અંબાણીના લગ્ન 12મી ડિસેમ્બરના યોેજાશે. આ લગ્ન મુંબઈમાં યોજાઈ રહ્યા છે. ગત 21મી સપ્ટેમ્બરે ઈટાલીમાં એક ભવ્ય સમારંભ યોજીને ઈશા અને આનંદ પિરામલની સગાઈ કરવામાં આવી હતી. સગાઈના પ્રસંગે ત્રણ દિવસ સુધી વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રની નામાંકિત વ્યકતિઓ અને બોલીવુડના કલાકારો ઉપસ્થિત રહયા હતા. જેમાં અભિનેતા અનિલ કપુર, સોનમ કપુર, બોની કપુર, પ્રિયંકા ચોપરા, હોલીવુડનો ગાયક -અભિનેતા અને પ્રિયંકા ચોપરાના ભાવિ પતિ નિક જોનાસ વગેરેનો સમાવેશ થતો હતો.