ઉદયપુરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ચિંતન શિબિર યોજાઈ

 

ઉદયપુરઃ ઉદયપુરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે સંકલ્પ લીધો છે કે સત્તામાં આવ્યા બાદ ઇવીએમ પર પ્રતિબંધ લગાવશે. સરકાર બન્યા બાદ કોંગ્રેસ બેલેટ પેપર પર ચૂંટણી કરાવશે. 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ઇવીએમ પર ખૂબ ચર્ચા થઇ છે. ખૂબ જ ગોટાળા થઇ રહ્યાં છે. મારૂં અંગત રીતે માનવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગ્રહ કરવા છતાં તે તેને દૂર કરશે નહિ. અમારે તેમને હરાવવા પડશે. અમારા ચૂંટણી ઢંઢેરામાં લખવું પડશે કે અમે સત્તામાં આવીશું તો ઇવીએમ હટાવીને મતપત્ર તરફ જઇશું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે પણ પાર્ટીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન હટાવીને મતપત્ર વડે ચૂંટણી કરાવવાનો વાયદો આગામી લોકસભા ચૂંટણીના ઘોષણાપત્રમાં કરવો જોઇએ. આ મુદ્દાને જનતાની વચ્ચે પણ લઇ જવો જોઇએ. કોંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિર માટે રચવામાં આવેલી રાજકીય મામલાની સમન્વય સમિતિના સભ્ય પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે તેમનું અંગત રીતે માનવું છે, પરંતુ ઘણા નેતાઓએ પણ તેમા સહમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે આ મુદ્દે કોંગ્રેસને જનતા વચ્ચે જવું પડશે. તેમને પૂછવામાં આવ્યું કે શું પાર્ટી હિંદુત્વ તરફ આગળ વધવાને લઇને ચર્ચા થઇ છે તો તેમણે કહ્યું કે અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પાર્ટી સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે કયાં મુદ્દાઓને સ્વિકૃતિ મળે છે. ચિંતન શિબિર વિશે તેમણે કહ્યું કે અમારી માંગ હતી કે કોંગ્રેસ સંવિધાનનું અનુસરણ કરવામાં આવશે, સારી વાત એ છે કે તેનું અનુસરણ કરવામાં આવ્યું છે. 

કોંગ્રેસના સંસદી બોર્ડ બનાવવા અંગેની ચર્ચા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે તે અંગે જાણકારી નથી કારણ કે જો તેના પર ચર્ચા થઇ હશે તો સંગઠન સંબંધી સમિતિમાં થઇ હશે.