ઉત્તેજનાત્મક,નાટકીય અને રોમાંચક ઘટના -ક્રમઃ સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે ફરીથી સીબીઆઈના વડાનો હોદો્ પ્રાપ્ત કરનારા આલોક વર્માને ફરીથી તેમના સ્થાનેથી હટાવવામાં આવ્યા .. ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ બહુમતીથી લીધેલો નિર્ણય

0
968

 

સીબીઆઈના વડા આલોક વર્મા અને એડિશનલ ડિરેકટર રાકેશ અસ્થાના – આ બન્ને જણાવચ્ચે વિવાદ ઊભો થયો હતો. સીબીઆઈના ટોચના અધિકારી ગણાતા આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ એકમેક પર લાંચ લેવાના આક્ષેપ કર્યા હતા. આથી કેન્દ્ર સરકારે બન્ને સામે તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરીને , બન્ને જણાને ફરજિયાત રજા પર ઉતારી દીધા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો સીબીઆઈના વડા આલોક વર્માએ વિરોધ કર્યો હતો. તેમણે સરકારના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં  કરી હતી. આ અરજીની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે, સરકારને આ રીતે નિર્ણય લઈને સીબીઆઈના વડાને ફરજિયાત રજા પર ઉતારી દેવાનો કાનૂની અધિકાર નમથી. સરકારે લીધેલું પગલું ગેરકાનૂની હોવાનું ગણાવીને સુપ્રીમ કોર્ટે આલોક વર્માને પુનઃ વડા તરીકે નિયુક્ત કર્યા હતા. આ ચુકાદો આવ્યો હજી એકાદ- બે દિવસ જ પૂરાં થયા હતા, ત્યાં 9 જાન્યુઆરીની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળેલી ઉચ્ચકક્ષાની પસંદગી કમિટીએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકેના સ્થાન પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. આલોક વર્માને ફાયર સેફટી અને હોમગાર્ડના ડીજી તરીકે નીમવામાં આવ્યા છે. તેમના સ્થાને વચગાળાના વડા તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી હતી.  

               વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એ.કે. સિકરી અને વિપક્ષના નેતાની બનેલી સમિતિએ કલાકો સુધી મંત્રમા અને ચર્ચા- વિચારણા કર્યા બાદ આલોક વર્માને હટાવવાનો નિર્ણય બહુમતીથી લીધો હતો. વિપક્ષી નેતા ખડગેએ આલોક વર્માને તેમના સ્થાનેથી હટાવવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હાઈપાવર કમિટીના 2-1ના મતથી ઉપરોક્ત ફેંસલો લેવામાં આવ્યો હતો.

 કોંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ આ ઘટનાને વડાપ્રધાન કાર્યાલયનું ષડયંત્ર ગણાવ્યું હતું.