ઉત્તર ભારતમાં વ્હાઈટ એલર્ટઃ હિમાચલ પ્રદેશમાં ૮૦૦ માર્ગ બંધ, વરસાદની આગાહી

નવી દિલ્હીઃ પહેલાં કેટલાક દિવસોથી ઉત્તર ભારતમાં તડકો નીકળવાથી લોકોને રાહત મળી રહી હતી, પરંતુ બુધવારે અચાનક મોસમ બદલાઈ છે. દેશના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ અને કરા પડ્યા છે. સમગ્ર દેશમાં મોસમનો મિજાજ ફરી એકવાર બદલાઈ ચૂક્યો છે. વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં શીતલહેર થવા લાગી છે, એને કારણે તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.
દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારથી જ વરસાદ રોકાયો છે. આ સાથે જ ઠંડી હવાએ પણ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવનારા બે-ત્રણ દિવસ સુધી પરિસ્થિતિ આવી જ બની રહેશે.
ગુરુવારે સવારે દિલ્હીનું તાપમાન ન્યૂનતમ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં પણ ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. આ વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષાની પરિસ્થિતિ હવામાન વિભાગ અનુસાર આવનારા ૪૮ કલાકમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ, બરફવર્ષાની સંભાવના બની ગઈ છે, જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં જુદાં જુદાં સ્થળો પર વીજળીની સાથે કેટલીક જગ્યાઓ પર બરફવર્ષા થઈ શકે છે, જેથી ફરીથી આ વિસ્તારોમાં હાડ થિજાવતી ઠંડી પડી શકે છે.
હિમાચલ પ્રદેશમાં સીઝનની અત્યારસુધીની સૌથી વધારે બરફવર્ષાએ જનજીવનને સમગ્ર રીતે પ્રભાવિત કર્યું છે. જોરદાર બરફવર્ષાને કારણે સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ ફસાયેલા છે. પોલીસે અત્યારસુધીમાં ૪૩ લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે.
બિહારમાં પણ શીતલહેર ચાલુ જ છે, એને જોતાં પટનાની સ્કૂલોને બંધ કરી દેવાઈ છે. હવામાન વિભાગ દ્વારા બિહારમાં પણ ઝરમર વરસાદનું પણ પૂર્વાનુમાન છે. બરફવર્ષાને કારણે બે હજારથી વધારે ટ્રાન્સફોર્મર બંધ છે જેનાથી વીજળી સપ્લાય પર સીધી અસર પડી છે. પર્યટન સ્થળ મનાલીમાં અત્યારે ઠંડી પડી રહી છે. બરફવર્ષાને કારણે ત્યાં પારો માઇનસ ૯ ડિગ્રી પર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here