ઉત્તર કોરિયાની સૌથી મોટી મિસાઇલ પરેડ : તાનાશાહ કિમ જોંગની હાજરીમાં ICBMનું પ્રદર્શન

 

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયામાં સેનાની સ્થાપનાની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજધાની પ્યોંગયાંગમાં એક ડઝન ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક્સ મિસાઇલનું પ્રદર્શન કરવામાં આવ્યું. પરેડ પ્યોંગયાંગના કિમ ઇલ સુંગ સ્કવેરથી શરૂ થઇ હતી. આ દરમિયાન તાનાશાહ કિમ જોંગ તેમની પત્ની અને પુત્રી સાથે દેખાયા હતા. ઉત્તર કોરિયાની મીડિયા એ પરેડની તસ્વીરો જાહેર કરતા આને દેશની ન્યૂક્લિયર હુમલાની ક્ષમતાનું સબૂત બતાવ્યું હતું. આ તસ્વીરોમાં ૧૧ હ્વાસેઓંગ-૧૭ મિસાઇલ નજરે પડી રહી છે. આ ઉત્તર કોરિયાની સૌથી મોટી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક્સ મિસાઇલ છે, જે વિશ્વમાં ગમે ત્યાં ન્યૂક્લિયર હુમલો કરી શકે છે. પરેડમાં નવી સોલિડ-ફયૂલ  ICBM પ્રોટોટાઇપ પણ જોવા મળ્યા હતા. મોટાભાગના દેશોની મોટી બેલિસ્ટિક્સ મિસાઇલોમાં લિક્વિડ ફ્યૂલનો વપરાશ થાય છે. જેના કારણે મિસાઇલ લોન્ચમાં વધુ સમય લાગે છે. સોલિડ ફ્યૂલની મદદથી મિસાઇલને વધુ મોબિલિટી મળી શકે છે જેથી લોન્ચિગમાં ઓછો સમય લાગશે. ૨૦૧૭ પછી ઉત્તર કોરિયાએ લિક્વિડ ફ્યૂલ સાથે જ ત્ઘ્ગ્પ્નું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાનો મુખ્ય ટાર્ગેટ લાંબા સમયથી સોલિડ ફ્યૂલ ત્ઘ્ગ્પ્ બનાવવાનો રહ્યો છે. જેથી યુદ્ધ થવા પર આ પરમાણુ મિસાઇલોને ઓળખવી અને તેમનો નાશ કરવો અધરૂ‚ બની શકે છે. જો કે, ઉત્તર કોરિયા આ મિસાઇલોનું પરિક્ષણ ક્યારે કરશે, તેની જાણકારી હાલમાં ઉપલબ્ધ નથી. આની પહેલા પણ ઉત્તર કોરિયાએ પરેડમાં મિસાઇલોના પ્રોટોટાઇપ પ્રદર્શિત કર્યા છે.