ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉન દુબળા- પાતળા થઈ ગયાના સમાચાર :  

ઉત્તર કોરિયાની જનતા કિમ જોન્ગ ઉનની બહુ ચિંતા કરી રહી છે. આમ જોઈએ તો, આ તાનાશાહ પોતાના આપખુદી ભર્યા નિર્ણયો, ક્રૂર અને સંવેદનહીન વ્યવહાર તેમજ પોતાના સ્થૂળ શરીરને કારણે જ મિડિયામાં હંમેશા ચર્ચામાં રહેતા હતા. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, એક સ્થાનિક યુવકે  જણાવ્યું હતું કે, કિમ જોન્ગ ઉન ખૂબ જ પાતળા ને અશક્ત દેખાતા હતા.તેમની 2020 અને 2021ની તસવીરોની સરખામણી કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે, તાનાશાહ પહેલાં કરતા પાતળા દેખાતા હતા. તેમનું વજન ઉતરી ગયું છે. કદાચ કોઈ બિમારીને કારણે એવું થયું હોય એમ માનવામાં આવી રહ્યું છે. તેમના પરિવારના સભ્યોને હદયની બિમારી થતી રહી છે. એનો લાંબો ઈતિહાસ છે. એટલે શક્ય છે કે કિમ જોન્ગ ઉનને પણ કોઈ રોગ લાગુ પડ્યો હોય. નવેમ્બર 2020માં દક્ષિણ કોરિયાના સાંસદોએ જાણકારી આપી હતી કે, ઉત્તર કોરિયાના તાનાશાહનું વજન 140 કિલોગ્રામ છે. કેટલાક રાજકીય નિરીક્ષકો આને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે