ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા કડકડતી ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત

 

ઉત્તરાખંડ: ઉત્તરાખંડ રાજયમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણ રાજધાની દહેરાદૂન સહિતના પહાડો સુધી હવામાનની પેટર્ન બગડી હતી. રાજધાનીમાં ભારે વરસાદ થયો હતો. જયારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ હતી. જેના કારણે ફરી એકવાર કડકડતી ઠંડીના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા હતા. બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ, વેલી ઓફ ફલાવર્સ, ‚દ્રનાથ, નંદા ખુંગટી, લાલ માટી તેમજ નીતિ અને માણા ઘાટીમાં હિમવર્ષા થઇ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં હળવા વરસાદની પ્રક્રિયા ચાલુ છે. બીજી તરફ હિમવર્ષાના કારણે ગંગોત્રી ધામમાં મંદિર સંપૂર્ણ ઢંકાઇ ગયું છે. હિમવર્ષાના કારણે યમુનોત્રી હાઇવે પણ અવરજવર મુશ્કેલ બની ગઇ છે. બરફ હટાવવા માટે જેસીબી રોકાયેલ છે.