ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના કપાટ છ મહિના માટે બંધ કરાયા

 

ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં આવેલા ભગવાન બદ્રી વિશાલના નિવાસ સ્થાન બદ્રીનાથ ધામના કપાટ શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યાથી આગામી છ મહિના માટે બંધ કરવામાં આવ્યા છે. શિયાળાની ઋતુ માટે દર વર્ષે અહીં કપાટ બંધ કરી દેવામાં આવે છે. હવે આગામી ૬ મહિના સુધી ભગવાન બદ્રીનાથની પૂજા પાંડુકેશ્વર અને જોશીમઠમાં કરવામાં આવશે. બદ્રીનાથ ધામના સિંહ દ્વારને ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યો હતો.

બદ્રીનાથ ધામના દ્વાર બંધ થતાં પહેલા પંચ પૂજાના ચોથા દિવસે માતા લક્ષ્મીની પૂજા સંપન્ન થઈ હતી. પૂજા દરમિયાન કઢાઈનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. બદ્રીનાથ ધામના કપાટ બંધ કરતા પહેલા મુખ્ય પુજારી ઇશ્વરી પ્રસાદ નંબૂદરીએ સ્ત્રી વેશ ધારણ કરીને માતા લક્ષ્મીની પ્રતિમાને બદ્રીનાથ ધામના ગર્ભગૃહમાં સ્થાપિત કરી હતી અને ઉદ્ધવ અને કુબેરજીની મૂર્તિઓને મંદિર પરિસરમાં લાવ્યાં હતા. આ સાથે માના ગામની મહિલા મંગલ દળની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘ્ાૃત કાંબલ ભગવાન બદ્રીનાથને ચઢાવવામાં આવ્યું હતું. આ પછી બપોરે ૩.૩૫ વાગ્યે, બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે બંધ કરવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામ ચીન સરહદી વિસ્તારની નજીક હોવાને કારણે ત્વ્ગ્ભ્ના જવાન માના ગામમાં રહે છે. બદ્રીનાથ ધામના દરવાજા બંધ થયા બાદ અહીં રહેતા બામાની અને માના ગામના ગ્રામજનોની સાથે વેપારીઓ બદ્રીનાથ ધામ છોડીને નીચેના વિસ્તારોમાં જતા રહે છે. ત્યારપછી સેનાના જવાનો સિવાય કોઈ સામાન્ય વ્યક્તિને હનુમાનચટ્ટીથી આગળ જવાની મંજૂરી નથી.

આ વર્ષે બદ્રીનાથ ધામમાં રેકોર્ડ સંખ્યામાં તીર્થયાત્રીઓ આવ્યા હતા. આ વખતે ચારધામમાંના એક એવા બદ્રીનાથ ધામની મુલાકાત લેનારા તીર્થયાત્રીઓઔની સંખ્યા ૧૭,૬૫,૬૪૯ હતી.