ઉત્તરપ્રદેશમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પડાયાની ઘટના

0
934

આજકાલ ભારતમાં વિશિષ્ઠ વ્યકિતઓની પ્રતિમાઓ તોડી પાડવાને ક્રમ શરૂ થયો છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં કેટલાક તોફાની તત્વોએ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડી પાડી હતી. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં તેમણે વિરોધ કર્યો હતો અને બૂમરાણ મચાવ્યું હતું. લોકોએ ભંગ પ્રતિમાને સ્થાને આંબેડકરની નવી અખંડ પ્રતિમા સ્થાપિત કરવાની માગણી કરી હતી. પોલીસતંત્રના વડાએ ઘટનાસ્થળની મુલાકાત લઈને લોકોને આશ્વાસન આપ્યું હતું. ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈૈયા નાયડૂએ આ પ્રકારે પ્રતિમાઓ તોડવાની બની રહેલી ઘટનાઓને વખોડી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, આવું કૃત્ય કરનારાઓ પાગલ અને શરમવિહાણા , વિવેકહીન હોય છે. ત્રિપુરામાં ભારતીય જનતા પક્ષને ચૂંટણીમાં વિજય મળ્યા બાદ આવી ઘટનાઓ બનવાની શરૂ થઈ છે. જો કે ભાજપના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે, ભાજપની કાર્યશૈલી અને પરંપરામાં આ પ્રકારની હિંસાને કોઈ સ્થાન નથી.