ઉત્તરપ્રદેશમાં દારૂની દુકાનો ખુલી ગઈ.. ખુલતાની સાથે જ વિક્રમજનક લાઈનો લાગી … બેસુમાર લોકો દારૂ ખરીદવા માટે ઉમટી પડ્યા

0
726

….

          યુપીની તો દરેક વાત જ અનોખી હોય છે. કરી હકીકત તો એ છે કે હવે ગાંધીનો દેશ ગાંધીનો રહ્યો નથી. હવે એનો મોજ- મસ્તી અને આધુનિક જીવન- શૈલી નો રંગ લાગ્યો છે. લોકડાઉનને કારણે ઉત્તરપ્રદેશના તમામ મોટા નાના શહેરો અને નગરોમાં દારૂની દુકાનો બંધ હતી. 46 દિવસો પછી સરકારના આદેશ મુજબ ગ્રીન ઝોનમાં દારૂની દુકાનો ખુલી ગઈ હતી. નશાના ચાહક લોકો આ સમાચાર જાણીને ખુશીથી ઝુમી પડ્યા હતા. દુખમાં ડૂબેલા ચહેરાઓ આનંદ અને ઉત્સાહથી છલકતા બની ગયા હતા. મહત્વના સમાચારછે કે, , માત્ર એક દિવસમાં સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં 100 કરોડનો દારૂ વેચાયો હતો. કોઈ પ્લાસ્ટિકની બેગ લઈને, તો કોઈ કપડાની થેલીઓ લઈને દારૂની બોટલો માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા હતા. મોટાભાગના લોકો દારૂ લેવા માટે પોતાની સાથે છુટું પરચુરણ પણ લાવ્યા હતા. સવારના 8 વાગ્યામાં તો લાંબી લાઈનો લાગી ગઈ હતી. મોટાભાગની દુકાનોમાં દારૂનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો. પુસ્તકોની દુકાનો હજી સુધી બંધ રાખવામાં આવીછે. પુસ્તકોની દુકાનો પર સોશ્યલ ડિસ્ટસિંગનું કારણ આપીને દુકાનો ખોલવાની પરવાનગી અપાઈ નથી