ઉત્તરપ્રદેશની સરકારે પતંજલિના રૂા. 6000 કરોડના મેગા ફુડ પાર્કને મંજૂરી આપી

0
376
Reuters

ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારે પતંજલિ આયુર્વેદ પ્રા. લિ.ના મેગા ફુડ પાર્કને મંજૂરી આપી દીધી છે. પતંજલિની  સાથીદાર કંપનીના રૂા. 6000 કરોડના ફુડ પાર્ક માટે ગ્રેટર નોઈડામાં જમીનના હસ્તાંતરણ સંબંધી તમામ નિયમો અને શરતો પૂર્ણ કરવા માટે પરવાનગી આપી દીધી છે. ઉત્તરપ્રદેશ સરકારના આ નિર્ણય બાદ હરિદ્વાર સ્થિત કંપનીએ 30 જૂનની સમય મર્યાદા સાથે તમામ જરૂરી કાનૂની નિયમનો પૂર્ણ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેથી ફુડ પાર્કની સ્થાપના માટે છેવટની મંજૂરી પ્રાપ્ત થઈ શકે. ઉપરોક્ત નિર્મય ઉત્તપ્રદેશના મુખ્યપ્રદાન યોગી આદિત્યનાથની આગેવાની હેઠળ રાજયના પ્રધાનમંડળ દ્વારા લેવામાં આવ્યો હતો