ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાના સંસ્મરણો તાજા કર્યાઃ પોતાના મુખ્યમંત્રી તરીકેના બે વરસનાે સમયકાળ પૂર્ણ થતાં આદિત્યનાથે પોતાની કેફિયત આપતાં કહયું હતુંકે….

0
733

 

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, 1993માં હું ગુરુ મહંત અદ્વૈતનાથના સંપર્કમાં આવ્યો હતો. તેમણે મને અધ્યાત્મનો માર્ગ બતાવ્યો હતો. મારા જીવનમાં ત્યારથી જ અધ્યાત્મની શરૂઆત થઈ હતી. હું અધ્યાત્મમાં પ્રવેશ્યો ત્યારે રામ જન્મભૂમિ આંદોલનનો પ્રરંભ થયો હતો. મારા ગુરુ મહંત અદ્વૈતનાથ મુક્તિ યજ્ઞ સમિતિના અધ્યક્ષ હતા. 1993માં મેં પુૂર્ણ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો. 1994માં વસંતપંચમીના દિવસે મેં યોગની દીક્ષા લીધી હતી.

 યોગી આદિત્યનાથે વિશેષમાં  જણાવ્યું હતું કે, આજના નવયુવાનોએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા પુસ્તક એકઝામ વોરિયરને ખાસ વાંચવું જોઈએ.  આ પુસતક તરુણોને જીવનમાં દરેક પ્રકારનો સામનો કરતાં શીખવે છે. નરેન્દ્ર મોદી લિખિત આ પુસ્તક યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.